Last Updated on April 9, 2021 by
અમદાવાદમાં કોરોના દર્દીઓના મોત મામલે તંત્ર ફરી આંકડાની માયાજાળ રચતું હોવાનું સામે આવ્યું છે. દરરોજ જાહેર થતાં સરકારી આંકડા મુજબ અમદાવાદ શહેરમાં દરરોજ 5 થી 7 દર્દીઓના મોત નિપજે છે. પરંતુ એકલા થલતેજ સ્મશાનગૃહમાં જ દરરોજ 8 થી 9 દર્દીઓના મૃતદેહ આવી રહ્યા છે.
અહીં અંતિમવિધિ માટે પણ વેઇટિંગ ચાલી રહ્યું છે. આ આંકડા ફક્ત થલતેજ સ્મશાનગૃહના છે. અમદાવાદ શહેરમાં કોર્પોરેશનના 24 થી 26 સ્મશાન આવેલા છે. ત્યારે દરરોજ કેટલા દર્દીઓ મોતને ભેટતા હશે તેની તો માત્ર કલ્પના જ કરવી રહી. બીજી તરફ સ્મશાનગૃહોને પણ કોવિડ પ્રોટોકોલ મુજબ થતી મૃતદેહોની અંતિમવિધિના આંકડા ન આપવા ઉપરી અધિકારીએ સૂચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. આટલી ભયાનક પરિસ્થિતિમાં પણ તંત્ર લોકોને વાસ્તવિકતાથી વાકેફ કરાવવાને બદલે સાચા આંકડા છૂપાવી રહ્યું છે.
અમદાવાદમાં કોરોના બેકાબૂ બન્યો છે. ત્યારે સરકારી હોસ્પિટલમાં શબવાહિની ખૂટી પડી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.થલતેજ સ્મશામાં એક જ એમબ્યુલન્માં બે મૃતદેહો લાવવામાં આવ્યા છે. થલતેજ સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે બે કલાકનું વેઈટિંગ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31