GSTV
Gujarat Government Advertisement

વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: CBSE ધોરણ 10 અને 12ની પરીક્ષાઓને લઈને મોટી જાહેરાત, આવી ગઈ લેટેસ્ટ અપડેટ

CBSE

Last Updated on April 9, 2021 by

CBSE બોર્ડની પરીક્ષાઓ તેના નક્કી કરેલા શેડ્યૂલ મુજબ જ લેવાશે. તેમાં કોઈ ફેરફાર નથી કરાયો. CBSE બોર્ડની પરીક્ષાઓ રદ નહીં થાય.

CBSE

4થી મેથી શરૂ થશે પરીક્ષા

CBSE બોર્ડ પહેલા જ 10 અને 12માની પરીક્ષાની ડેટશીટ પહેલા જ જાહેર કરી છે. 10મા બોર્ડની પરીક્ષાઓ 4 મે 2021થી 7 જૂન સુધી ચાલશે. 12મા બોર્ડની પરીક્ષાઓ પણ 4 મેથી શરૂ થશે અને 11 જૂન સુધી ચાલશે. બોર્ડની પરીક્ષા બે શિફ્ટમાં થશે. પ્રથમ શિફ્ટ 10.30થી 1.30 કલાક સુધી જ્યારે બીજી શિફ્ટ 2.30થી 5.30 કલાક સુધી થશે. 15 જૂલાઈ સુધી પરીક્ષાનું પરિણામ જાહેર થશે.

ટ્વિટર પર ઝુંબેશ

કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે 4 મેથી શરૂ થતી CBSE બોર્ડ પરીક્ષાઓને રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ટ્વિટર પર બોર્ડ પરીક્ષાઓને લઇ હેશટેગ #cancelboardexams2021, #CancelourCBSEboardexams2021 અને #CancelBoards2021 ટ્રેન્ડ થઇ રહ્યા છે.

અધિકારીએ શું કહ્યું?

એક ખાનગી ચેનલ સાથે વાતચીતમાં CBSE બોર્ડના અધિકારી ડો. સંયમ ભારદ્વાજે જણાવ્યું કે સીબીએસઈ બોર્ડની 10મા અને 12માની પરીક્ષાઓ નક્કી કરેલા સમયમાં જ થશે. હાલ બોર્ડે પરીક્ષા શેડ્યૂલમાં ફેરફાર કરવાનો કોઈ નિર્ણય નથી લીધો. કોરોના દરમિયાન સુરક્ષિત વાતાવરણમાં પરીક્ષાઓ યોજવા માટે બોર્ડ અને શાળા તરફથી તૈયારી કરવામાં આવી રહી છે. આટલું જ નહીં વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી પણ પરીક્ષાઓ યોજવાને લઇને પણ સકારાત્મકતા જોવા મળી છે.

CBSE

ફેક ડેટશીટ વાયરલ થઇ હતી

હકીકતમાં 3 એપ્રિલના રોજ સોશિયલ મીડિયા પર ફેક ડેટશીટ વાયરલ થઇ હતી, જે ખોટી હતી. તેને લઇ બોર્ડે વિદ્યાર્થીઓને સાવચેત રહેવા માટે જણાવ્યું હતું. બોર્ડે વિદ્યાર્થીઓ અને વાલીઓને જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર પરીક્ષઆઓને લઇ જે ચાલી રહ્યું છે, તેમાં પડવાની જરૂર નથી. બોર્ડે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર એક પરીક્ષા કાર્યક્રમ વાયરલ થઇ રહ્યો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33