Last Updated on April 9, 2021 by
કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. હેલ્થ વિભાગની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. સરકાર દ્વારા દરરોજ જે મોતના આંકડા રજુ કરવામાં આવી રહ્યા છે તે અને સરકારી તંત્ર દ્વારા જ રજુ કરવામાં આવેલી શબવાહિનીના ઉપયોગનો આંકડામાં ભારે વિસંગતતા સામે આવી રહી છે . આ આંકડામાં વિસંગતતા સામે આવી રહી છે, જેથી સરકાર પર સવાલ ઉઠી રહ્યા છે કે, સરકારને આંકડા છુપાવવામાં રસ છે ?
કોરોનાના કહેર વચ્ચે કોરોના દર્દીની સારવારને લઈને સરકારી હોસ્પીટલની કામગીરી પર સવાલ ઉઠી જ રહ્યા છે અને સરકાર પર માછલા ધોવાઈ રહ્યા છે, બીજી તરફ સરકારને મોતના આંકડા છુપાવવામાં રસ છે તેવો આક્ષેપ પણ બહુ પહેલાથી થઈ રહ્યો છે, ત્યારે……હવે તેના પુરાવા આપતા આંકડા સામે આવી રહ્યા છે. સરકાર દરરોજ મોતના આંકડા રજુ કરે છે એ અને કોર્પોરેશન સંચાલિત શબવાહિની જે મોકલવામાં આવી તેના આંકડામાં વિસંગતતા સામે આવી રહી છે. ૧ એપ્રિલથી ૭ એપ્રિલ સુધીમાં સરકારે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં મોતના આંકડા ૩૩ હોવાનું રજુ કર્યું છે, બીજી તરફ ૧૦૨ હેલ્પ લાઈન પર શબવાહિની મંગાવી હોય તેના આંકડા ૪૫ છે એટલે ૧૨ મોતનો આંકડામાં ફેર બદલ સામે આવી રહ્યો છે.
આંકડા પર નજર કરીએ તો
૧ એપ્રિલે સરકારી મોતનો આંકડો અને કોર્પોરેશને મોકલેલી શબ વાહિની ૩ છે
૨ એપ્રિલે પણ આંકડા સરખા જ છે એટલે કે સરકરી મોત ૩ અને કોર્પોરેશને ૩ જ શબવાહિની મોકલવામાં આવી હતી
૩ એપ્રિલે સરકારે મોતનો આંકડો ૪ બતાવ્યો હતો પરંતુ કોરોનાની ડેડબોડી માટે ૮ શબવાહિની મોકલી હતી એટલે કે ૫ મોતનો ફર્ક સામે આવી રહ્યો છે..
૪ એપ્રિલે સરકારે મોતનો આંકડો ૪ બતાવ્યો હતો પરંતુ કોરોનાની ડેડબોડી માટે ૬ શબવાહિની મોકલી હતી એટલે કે ૨ મોતનો ફર્ક સામે આવી રહ્યો છે..
૫ એપ્રિલે સરકારે મોતનો આંકડો ૬ બતાવ્યો હતો પરંતુ કોરોનાની ડેડબોડી માટે ૯ શબવાહિની મોકલી હતી એટલે કે ૩ મોતનો ફર્ક સામે આવી રહ્યો છે..
૬ એપ્રિલે સરકારે મોતનો આંકડો ૭ બતાવ્યો હતો પરંતુ કોરોનાની ડેડબોડી માટે ૧૧ શબવાહિની મોકલી હતી એટલે કે ૫ મોતનો ફર્ક સામે આવી રહ્યો છે..
૭ એપ્રિલે સરકારે મોતનો આંકડો ૫ બતાવ્યો હતો પરંતુ કોરોનાની ડેડબોડી માટે ૬ શબવાહિની મોકલી હતી એટલે કે ૨ મોતનો ફર્ક સામે આવી રહ્યો છે..
આમ માત્ર ૭ જ દિવસના આંકડા સામે આવ્યા છે તેમાં ૧૨ મોતના આંકડાનો ફર્ક સામે આવી રહ્યો છે….
આ ફર્ક અમે નથી કહી રહ્યા પરંતુ સરકરી આંકડામાં ફર્ક આવી રહ્યો છે…
બીજી એક બાબત એ પણ છે કે આ આંકડા માત્ર કોર્પોરેશન સંચાલિત શબવાહિનીના જ છે ….આ સિવાય ખાનગી હોસ્પિટલ સરકારી હોસ્પિટલ અને ટ્રસ્ટની શબવાહિનીના આંકડા જો સામે આવે તો મોતનો આંકડો આનાથી વધારે આવે તેવી પૂરી શક્યતા છે…..
ફાયર વિભાગના સુત્રોની જો વાત માનીએ તો જયારે ખાનગી કે સરકરી હોસ્પીટલની શબવાહિની ખૂટી પડે અથવા ટ્રસ્ટની શબવાહિની ના હોઈ ત્યારે કોર્પોરેશનની શબવાહિની મંગાવવામાં આવતી હોય છે….
હવે આંકડામાં વિસંગતતા સામે આવતા હેલ્થી વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે….આખરે સરકાર કેમ મોતના આંકડા છુપાવી રહ્યું છે ?
મોતના આંકડા છુપાવવાથી સરકારને શું લાભ થાય ?
મોતના આકડા છુપાવવાના બદલે જો સરકાર સાચા આંકડા જાહેર કરે તો કોરોનાને લઈને લોકોમાં વધારે સભાનતા આવે અને વધારે જાગૃતતાથી લોકો જાહેર સ્થળો પર જાય આમ સરકારે આંકડા છુપાવવાના બદલે હેલ્થ વિભાગની કામગીરી સુધારે એ જરૂરી છે….
હાલમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે આ અગાઉ પણ આવી ગંભીર સ્થિતિ સર્જાઈ હતી પરંતુ જે પ્રમાણે સરકાર માટે બેદરકારી સામે આવી રહી કે અને મોતના આંકડામાં વિસંગતતા સામે આવી રહી છે જેનાથી સરકારની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31