GSTV
Gujarat Government Advertisement

અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓનો ભરાવો, લાગી રહી છે લાંબી લાંબી લાઈનો

Last Updated on April 9, 2021 by

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગઇકાલ રાતથી કોવિડ દર્દીઓનો સતત ભરાવો થઇ રહ્યો છે અને દર્દીઓને દાખલ કરવામાં પણ લાંબું વેઇટિંગ ચાલી રહ્યું છે. દર્દીઓને ક્યાં દાખલ કરવા અને કેવી રીતે સારવાર શરૃ કરવી તે અંગે પણ ઘણી વિકટ પરિસ્થિતિમાં સિવિલમાં સર્જાઇ છે. ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં પણ મોટાભાગના બેડ હવે ભરાઇ ચૂક્યા હોવાથી નવાં આવનારા દર્દીઓ માટે શું કરવું તે મુદ્દાએ સિવિલ તંત્ર માટે ચિંતા જન્માવી છે.

કોરોનાની નવી લહેર ચિંતાજનક

કોરોનાની આ નવી લહેરની સૌથી ચિંતાજનક બાબત એ છે કે યુવાન વયના લોકો સંક્રમણનો ભોગ સૌથી વધુ બની રહ્યા છે અને તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી રહી છે. સિવિલની ૧૨૦૦ બેડની હોસ્પિટલ હવે ફરી કાર્યરત કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેડન્ટને શહેરની નવનિર્મિત મંજૂશ્રી કિડની હોસ્પિટલનું સંચાલન પણ આપવામાં આવ્યું છે. આ હોસ્પિટલના ૪૧૯ બેડ કોવિડ સારવાર માટે ફાળવવામાં આવ્યા છે અને તેમાં હજુ ૨૦૦ બેડ ઉમેરવામાં આવ્યા છે.

corona death

જો કે હજુ પણ સિવિલમાં સતત કોવિડ દર્દીઓ આવવાના કારણે વિકટ પરિસ્થિતિ સર્જાઇ છે. દર્દીને ક્યાં જગ્યા આપવી તેમજ તેને કોરોના ઉપરાંતની કઇ સમસ્યા છે અને તેની સારવાર આપવી તે મુશ્કેલીભર્યો પ્રશ્ન બન્યો છે. દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે પરંતુ હોસ્પિટલ પાસે મર્યાદિત સ્ટાફ હોવાથી અરાજકતા સર્જાઇ છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની વકરતી પરિસ્થિતિના કારણે આજે નાયબ મુખ્યપ્રધાન અને સ્વાસ્થય પ્રધાન નીતિન પટેલ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા

કોવિડના દર્દીઓના મૃતદેહો લેવા માટે પણ વેઇટિંગ

સિવિલ હોસ્પિટલમાંમૃત્યુ પામના કોવિડ દર્દીઓના મૃતદેહ લેવા માટે પણ વેઇટિંગ ચાલી રહ્યું છે અને સ્વજનોએ કલાકો સુધી રાહ જોવાના વારો આવે છે. સિવિલના ડેડબોડી રૃમ બહાર અતિભયાનક અને હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ૪૧ ડિગ્રીના કાળઝાળ ગરમીમાં ડેડબોડીરૃમ બહાર દર્ડીઓ ડેડબોડીની રાહ જોઇ રહ્યા હોય તેવા દ્રશ્યો અહીં સર્જાઇ રહ્યા છે.

કાળચક્ર ફર્યુ : ૫૧ દિવસ પહેલાં કથા કરી ૧૨૦૦ બેડની હોસ્પિટલ બંધ કરાઇ હતી

સમય તમામ પ્રકારની પરિસ્થિતિને બદલવા માટે બળવાન હોય છે. હજુ ૫૧ દિવસ પહેલાં ૧૬મી ફેબુ્રઆરીના રોજ સિવિલની ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલને બંધ કરવામાં આવી હતી. કોવિડના નહીંવત્ દર્દીઓ હોવાથી અહીં સાફ-સફાઇ અને સેનેટાઇઝેશન કરવામાં આવ્યું હતું અને શુકનના ભાગરૃપે સત્યનારાયણની કથા પણ કરવામાં આવી હતી. ૫૦ દિવસમાં કાળનું ચક્ર ફરી ફર્યુ અને ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલ ફરી શરૃ થઇ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33