Last Updated on April 9, 2021 by
કોરોના મહામારીનું વિકરાળ સ્વરૂપ સમગ્ર દેશમાં હાલ વર્તાઈ રહ્યુ છે. દરરોજ નવા કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ફરી એક વાર કોરોના કેસોમાં રેકોર્ડ તૂટ્યો છે. રાજ્ય સરકારો દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા કેટલાક દિવસથી 1 લાખથી વધારે કેસ સમગ્ર દેશમાં આવી રહ્યા છે. જે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં સૌથી વધારે કેસો આવ્યા હોવાનું જણાઈ રહ્યુ છે.
છેલ્લા 24 કલાકમાં 1.31 લાખથી વધારે કેસ આવ્યા છે. 800થી વધારે લોકોના જીવ ગયા છે. જયારે 60 હજારથી વધારે લોકો સાજા પણ થયા છે. અત્યારે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઝડપથી દશ લાખ તરફ વધી રહી છે. અત્યારે આ આંકડો 9.74 લાખ સુધી પહોંચી ગયો છે.
જો આ અઠવાડીયાની વાત કરીએ તો, સોમવારથી અત્યાર સુધીમાં પાંચ લાખથી વધારે નવા કેસ આવ્યા છે.
- શુક્રવારે- 1.31 લાખ કેસ
- ગુરૂવારે-1.26 લાખ કેસ
- બુધવારે-1.15 લાખ કેસ
- મંગળવારે-96 હજાર કેસ
- સોમવારે-1.03 લાખ કેસ
મહારાષ્ટ્રમાં વિકટ પરિસ્થિતી
દેશમાં સતત કરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. જ્યાં સતત કોરોના વાયરસના કેસ અને મૃત્યુઆંક વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકની અંદર રાજ્યમાં કોરોના વાયરસના 56,286 નવા કેસ નોંધાયા છે. તો આજે મહારાષ્ટ્ર 376 લોકોના મોત થયા છે. માત્ર મુંબઇની અંદર કોરોનાના 8,938 કેસ સામે આવ્યા છે અને 23 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 32 લાખ 29 હજાર 547 કોરોના કેસ નોંધાયા છે. તો અત્યાર સુધીમાં કોરોનાના કારણે થયેલા કુલ મૃત્યુઆંકની વાત કરીએ તો તે 57,028 પર પહોંચ્યો છે. ગઇ કાલે એટલે કે બુધવારે 59 હજાર 907 કોરોના કેસ સામે આવ્યા હતા. જ્યારે સોમવારે 47 હજાર 288 લોકોને કોરોના કેસ સામે આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે એકતરફ મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં બમ્પર વધારો થઇ રહ્યો છે, તો બીજી તરફ રાજ્યમાં રસી મુદ્દે રાજકારણ ગરમાયું છએ. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રીએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર તમને પુરતી કોરોના રસી આપતી નથી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31