Last Updated on April 10, 2021 by
હું કોઇ વીડિયો વિષે જવાબ નહીં આપું. આવો ઉડાઉ જવાબ આપ્યો છે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે. આ વાત છે ભાવનગરની સરટી હોસ્પિટલના એક વાયરલ વીડિયોની જે વીડિયોએ સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવી છે. આ વીડિયોમાં ભાવનગરમાં કોરોનાના કારણે સર્જાયેલી ભયંકર સ્થિતીનો તાગ મેળવી શકાય છે.
ભાવનગરની સરટી હોસ્પિટલનો એક વિડીયો વાયરલ થયો છે. એક દર્દીના સ્વજને આ વીડિયો ઉતારીને વાયરલ કર્યો છે. જેમાં સરટી હોસ્પિટલમાં દર્દીઓને લોબીમાં જ સૂવડાવી સારવાર આપવાની ફરજ પડી રહી હોવાનું સ્પષ્ટ દેખાય રહ્યું છે. પરિસ્થિતી ત્યાં સુધી વિકટ છે કે આ દર્દીઓમાં કેટલાકને ઓક્સિજન પણ લોબીમાં જ આપવામાં આવતો હોવાનું દેખાય રહ્યું છે. આ વીડિયોએ સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવી છે ત્યારે આ વીડિયો અંગે જ્યારે ડેપ્યુટી સીએમને પૂછવામા આવ્યું ત્યારે તેઓએ સ્પષ્ટ કહી દીધું કે આવા કોઇ વીડિયો અંગે હું જવાબ નહીં આપું.
આ સમગ્ર વીડિયો ભાવનગરની સરટી હોસ્પિટલની ગંભીરતાને દર્શાવે છે ત્યારે ડે.સીએમે જાણે આ વીડિયો અંગે હાથ જ અદ્ધર કરી દઇને જવાબ આપવાનો ઇન્કાર કરી દીધો તો આ વીડિયોને લઇને ભાવનગરના સુપરિન્ટેડન્ટે આ વીડિયો ઓપીડી વિભાગનો હોવાનો લુલો બચાવ કર્યો
ભાવનગરમાં કેવી ભયંકર સ્થિતી છે તેનો ચિતાર આપવા માટે આ દ્રશ્યો પૂરતા છે જેમાં ભાવનગરની સરટી હોસ્પિટલમાંથી એક પછી એક દર્દીઓની લાશો બહાર આવી રહી છે…આ સમયે પરિજનોના રૂદનથી વાતાવરણમાં એટલો આક્રંદ જોવા મળે છે તેને જોઇને કોઇનું પણ હૃદય દ્રવી ઉઠે…
સૌથી ગંભીર પરિસ્થિતી તો ત્યારે લાગે જ્યારે દર્દીના સ્વજનો કહે કે અમારા પરિજનને અંદર લઇ જવા આવે તે બાદ તેની શું હાલત છે તેની પણ કોઇ ખબર નથી પડતી…અને અમુક દર્દીના પરિજનોએ તો એવો પણ આક્ષેપ કર્યો કે તેમના પરિજનની સ્થિતી સારી હોવાની વાત થયા બાદ સીધી તેની લાશ જ બહાર આવે છે…
ભાવનગરની સરટી હોસ્પિટલમાં જે પરિસ્થિતી જોવા મળી રહી છે અહીં દરરોજ જે રીતે મૃતદેહો બહાર આવે છે તેની સામે સરકારી ચોપડે મૃત્યુઆંક નહીંવત દર્શાવાતો હોવાના આક્ષેપો પણ થઇ રહ્યા છે…ત્યારે તંત્ર વાસ્તવિક પરિસ્થિતીને છૂપાવતું હોવાનો પણ ગંભીર આક્ષેપ થયો છે…ભાવનગરની સરટી હોસ્પિટલનો વિડીયો વાયરલ બાદ કલેકટર,કમિશનર અને શહેર જિલ્લા આરોગ્ય અધિકારી હોસ્પિટલ દોડી આવ્યા હતા. જો કે તેઓએ મીડિયા સામે બોલવાનુ ટાળ્યુ હતું..
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31