Last Updated on April 10, 2021 by
રાજકોટમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે ચેમ્બર ઓફ કોમર્સે શહેરમાં લોકડાઉન લાગૂ કરવાની માગ કરી છે. રાજકોટમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે. જેથી શહેરમાં શનિ અને રવિવારે લોકડાઉન લાગૂ કરવુ જોઈએ. આ ઉપરાંત રાત્રીના 10થી સવારના 6 વાગ્યા સુધી લોકડાઉન કરવું જોઈએ. ચેમ્બર ઓફ કોમર્સે 20 વર્ષથી વધુ વયના લોકોને પણ રસી આપવાની માગ કરી છે.
રાજકોટમાં રોજે રોજ કોરોના કેસ વધી રહ્યા છે અને પરિસ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે ત્યારે કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે લોકડાઉન અનિવાર્ય છે. અને લોકડાઉનની જાહેરાત નહિ કરે તો ચેમ્બર ઓફ કોમર્સ આગળ આવીને સ્વંભૂ લોકડાઉનની જાહેરાત કરશે. આ નિવેદન આપ્યું છે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવે. તેમણે જણાવ્યું છે કે રાજકોટમાં દિવસેને દિવસે કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે. અને હવે પ્રજાને કોરોના સામે બચાવવા માટે સૌએ એક સાથે મળીને કમર કસવી જરૂરી છે.
તેમણે આગળ જણાવ્યું કે કોરોનને કાબુમાં કરવા માટે સરકાર તેમની રીતે પ્રયાસો કરે છે પરંતુ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન જરૂરી છે. આ લોકડાઉન 2 થી 5 દિવસનું હોય તે જરૂરી છે. જો કોરોનાની ચેઇન તોડવી હોય તો લોકડાઉન જરૂરી છે. તેમણે આગળ જણાવ્યું કે આ મુદ્દે તેમણે સીએમ રૂપાણી સાથે ટેલિફોનિક ચર્ચા પણ કરી હતી અને રાજકોટની સમગ્ર સ્થિતિ અંગે તેમને માહિતગાર કર્યા હતા. સીએમ સાથે ચર્ચામાં તેમણે લોકડાઉન પર ભાર મુક્યો હોવાનું ઉમેર્યું હતું.
તો, સાથે જ વી.પી. વૈષ્ણવ સાથે થયેલ ટેલિફોનિક વાતમાં સીએમ રૂપાણીએ સમગ્ર મુદ્દે વડાપ્રધાન મોદી સાથે રાજ્યસરકારો સાથે આજે યોજાનાર બેઠકમાં ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. ત્યારે ચેમ્બર વતીથી તેમણે સીએમ વિજય રૂપાણીને જણાવ્યું હતું કે જો સરકાર તરફથી આગામી 2 દિવસમાં લોકડાઉન સંદર્ભે કોઈ નિર્ણય નથી લેવાતો તો ચેમ્બર ઓફ કોમર્સ તમામ એસોસિયેશનની સંયુક્ત બેઠક બોલાવી સ્વયંભૂ લોકડાઉન પાળવાની જાહેરાત કરશે. આ મામલે તેમને તમામ એસોસિયેશનનો ટેકો પણ છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31