Last Updated on April 8, 2021 by
ગુજરાતમાં કોરોનાએ ફરી માથુ ઉચક્યું છે. સરકાર પણ સતત આ મહામારીમાંથી ઉગરવા માટેના પ્રયાસ કરી રહી છે. ગુજરાતમાં કોરનાના કેસ રોજ નવો રેકોર્ડ તોડી રહ્યા છે ત્યારે શહેરો બાદ હવે ગામડાઓમાં પણ આ આતંક પહોંચી ગયો છે જેને પગલે એક પછી એક ગામના લોકો સ્વંભૂ લોકડાઉન આપી રહ્યા છે. વકરતી સ્થિતિ વચ્ચે સરકાર ભલે લોકડાઉન જાહેર નથી કરી રહી પરંતુ અનેક ગામડાઓ એક પછી એક સ્વયંભૂ લોકડાઉન આપી રહ્યાં છે.
ગુજરાતના આ ગામોમાં લોકડાઉન
ગુજરાતમાં વકરી રહેલી કોરોનાની સ્થિતિને જોતાં ગામડાઓ જાતે જ લોકડાઉન જાહેર કરી રહ્યાં છે. બાયડમાં દરેક શનિ-રવિ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ ગામ આગામી 10 દિવસ માટે સાંજે 3થી સવારે 6 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ખંભાત, આણંદ, વિદ્યાનગર, બાયડ, નડિયાદ, કપડવંજ, બારેજા, તાપી, વલસાડ, મોરબી, દાહોદના ઘણાં નાના નગરો-ગામોએ ગત અઠવાડિયે જ સ્વયંભૂ લોકડાઉન આપી દીધું છે.
જુનાગઢના મજેવડીમાં સ્વેચ્છાએ લોકડાઉન આપ્યુ છે. જ્યારે વંથલીના સાંતલપુરમાં 8 દિવસનુ લોકડાઉન જાહેર કરાયુ છે. કેશોદના બામણાશા 15 દિવસનુ લોક ડાઉન જાહેર કર્યુ છે એટલુ જ નહીં પણ ખંભાલીયામાં પણ આજે સાંજે 4 વાગ્યા પછી લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. વલસાડ જિલ્લામાં બીજો આદેશ ના થાય ત્યાં સુધી તમામ રવિવારોએ સમગ્ર બજારો બંધ રાખવા જિલ્લા કલેક્ટરનો આદેશ આપ્યો છે.
રાજકોટમાં પણ વધુ એક ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન પાળવાનું નક્કી કર્યુ છે. રાજકોટના હડાલા ગામ આજથી 15 એપ્રિલ સુધી સ્વયંભૂ બંધ છે. દુકાનો સવારે 2 કલાક જ ખુલ્લી રહેશે. ગ્રામજનો દ્વારા સ્વંયભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે.
કોરોનાના સંક્રમણથી બચવા માટે રાજકોટના હડાળા ગામે 15 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. આ ઉપરાંત ગોંડલના જામવાડી ગામમાં પણ એક સાથે કોરોના 4 પોઝિટિવ કેસ નોંધાતા આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ મુદ્દે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ જો લોકડાઉન લગાવવામાં નહીં આવે તો સ્વયંભૂ લોકડાઉન અંગે નિર્ણય કરવામાં આવશે. હાલ સરકાર લોકડાઉન અંગે કોઈ નિર્ણય કરે કે નહીં પરંતુ રાજકોટ જિલ્લામાં ગામડાઓ જાગૃત બનીંને સ્વયંભૂ લોકડાઉન તરફ અગ્રેસર થયા છે.
શનિ-રવિ સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવે
ગુજરાતમાં રાત્રી કર્ફ્યુ અંગે વિરોધ દર્શાવતા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી પી વૈષ્ણવે નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાત્રી કર્ફ્યુથી કંઈ કોરોનાના કેસ ઘટતા નથી. માટે અમે મુખ્યમંત્રીને રજૂઆત કરીને રાત્રી કર્ફ્યૂ 8ના બદલે 10 વાગ્યાનો સમય કરવામાં આવે તેવી માંગ કરશું આ ઉપંરાત જો સરકાર બે દિવસનાં લોકડાઉનને લઇને નિર્ણય નહિ લે તો સ્વયંભૂ લોકડાઉનનો પણ નિર્ણય લેવાશે. અને સરકારના નિર્ણય બાદ ચેમ્બર બેઠક કરીને શનિ-રવિ સંપૂર્ણ લોકડાઉન અંગે નિર્ણય કરશે, અમારી તો એક જ માંગ છે કે શનિ-રવિ સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવે. જો લોકડાઉન નહિ આવે તો પરિસ્થિતિ વધુ કથળી શકે છે.
ચીજવસ્તુઓની દુકાનો સરકારી ગાઈડલાઈન્સ મુજબ ખુલ્લી રાખવામાં આવશે
ગોંડલની નજીક આવેલ જામવાડી ગામમાં સરપંચ લીનાબેન પ્રફુલ ભાઈ ટોળીયા દ્વારા તાકીદની મીટિંગ બોલાવવામાં આવી હતી જેમાં ઉપસરપંચ વિનોદભાઈ મોણપરા ગ્રામ પંચાયતના સદસ્યો, આરોગ્યના અધિકારીઓ તેમજ તલાટી કમ મંત્રી સહિતનાઓ હાજર રહ્યા હતા ગામમાં વધુ કોરોના ને ફેલાતો અટકાવવા માટે આંશિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત જરૂરી ચીજવસ્તુઓની દુકાનો સવારે 6થી 9 અને સાંજે સાડા 5થી 8 દરમિયાન સરકારી ગાઈડલાઈન્સ મુજબ ખુલ્લી રાખવામાં આવશે, તેમજ ફેરિયાઓને પ્રવેશબંધ કરવામાં આવ્યો છે.બહારગામ આવવા-જવા માટે ગ્રામ પંચાયતનો સંપર્ક કરવાનો રહેશે.
બહારગામ આવવા-જવા માટે ગ્રામ પંચાયતનો સંપર્ક કરવાનો રહેશે
હાલ કોરોનાનું સંક્ર્મણ ફેલાતું અટકે એ માટે તકેદારીના ભાગ રૂપે રાજકોટમાં આવેલા હડાળા ગામમાં આજથી 15 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં સવારે 7થી 9 અને સાંજે 5થી 7 સુધી એમ સવાર-સાંજ બે કલાક સુધી જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની ખરીદી માટે ગામ ખુલ્લું રહેશે અને અહીંયા પણ ફેરિયાઓને પ્રવેશબંધ કરવામાં આવ્યો છે. તથા બહારગામ આવવા-જવા માટે ગ્રામ પંચાયતનો સંપર્ક કરવાનો રહેશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31