Last Updated on April 10, 2021 by
ગુજરાતભરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 3575 કેસ સામે આવ્યા છે અને વધુ 22 લોકોના કોરોના સંક્રમણને કારણે મોત થયા છે. હવે રાજકીય નેતાઓ પણ કોરોના કહેરમાં સુરક્ષિત નથી રહ્યા. કેબિનેટ મિનિસ્ટર અને રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ કોરોના સંક્રમિત થયા છે તો અન્ય એક ધારાસભ્ય અને મોરવાહડફ ચૂંટણી પ્રચારમાં ભાજપના સ્ટાર પ્રચારક એવા ધારાસભ્ય પણ કોરોનાનો શિકાર બન્યા છે.
સંતરામપુર ભાજપના ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર કોરોના પોઝિટિવ આવતા તેમના સંપર્કમાં આવેલ સ્થાનિકો અને કાર્યકરોને રિપોર્ટ કઢાવવા અપીલ કરી હતી. બે દિવસ અગાઉ સંતરામપુર ખાતે તેમના પેટ્રોલ પમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ અને મોરવા હડફની પેટા ચૂંટણીમાં પણ સ્ટાર પ્રચારક તરીકે પ્રચાર કર્યો હતો. અગાઉ પણ અનેક વાર ધારાસભ્ય માસ્ક અને સોશીયલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા ઉડાવતા જોવા મળ્યા હતા ત્યારે જો સરકારમાં સામેલ આવા નેતાઓ જ કોરોના પ્રત્યે ગંભીરના હોય તો અભણ પ્રજાનું શુ તે સવાલ ઉભો થાય છે.
ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, ત્યારે આ વાયરસની ઝપેટમાં વધુ એક કેબિનેટ મંત્રી ઝપેટમાં આવ્યા છે. ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાનો રિપોર્ટ પોઝિટીવ આવતા તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેઓ સારવાર હેઠલ છે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા નો કોરોના રિપોર્ટ આજે સવારે પોઝિટિવ આવ્યો છે. રૂપાણી સરકારના મંત્રી મંડળના છઠ્ઠા મંત્રી બન્યા કોરોનાગ્રસ્ત. તબીબી સલાહ અનુસાર તેઓને હાલમાં યુએન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પરંતુ તેમની તબિયત બિલકુલ સ્વસ્થ છે, વિધાનસભા સત્ર અંતિમ તબક્કામાં હતું ત્યારે કોરોનાએ માથુ ઉચક્યુ છે તેમાં ય છ થી વધુ ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવ્યાં છે.
ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસે દિવસે-દિવસે વધુને વધુ વિકરાળ રૂપ ધારણ કર્યુ છે, છેલ્લાં ૨૪ કલાકમાં રાજ્યમાં નવાં ૩૫૭૫ કેસ અને ૨૨ મોત નોંધાયા છે. ૧૧ ઓગસ્ટ પછી પહેલીવાર ગુજરાતમાં ૨૨ મોત નોંધાયા છે. આજે સૌથી વધુ અમદાવાદમાં ૮૨૩, સુરતમાં ૮૧૯, રાજકોટમાં ૪૯૦ અને વડોદરામાં ૪૫૭ કેસ નોંધાયા છે. મહાનગરો ઉપરાંત નાના શહેરોમાં પણ કોરોનાનું સંક્રમણ અનિયંત્રિત છે, જેમાં પાટણમાં આજે ૧૧ કેસ નોંધાયા છે. ૩૫૭૫ નવાં કેસો સામે આજે ૨૨૧૭ દર્દીઓને જ ડિસ્ચાર્જ કરાતા એક્ટિવ કેસોમાં ધરખમ વધારો થયો છે.
દેશભરમાં કોરોનાનો અજગર ભરડો લઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ કહી શકાય એટલા એક લાખ 26 હજાર કોરોના કેસ નોંધાયા છે. જ્યારે એક દિવસમાં 685 દર્દીઓના મોત નિપજ્યા છે. 24 કલાકમાં 59 હજાર 258 દર્દીઓ સારવાર લઈને કોરોનાથી મુક્ત પણ બન્યા છે. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા એક કરોડ 29 લાખ 574 થઈ છે. દેશમાં 9 લાખ 10 હજારથી વધુ એક્ટિવ કેસ છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક એક લાખ 66 હજાર 862 થઈ છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31