Last Updated on April 8, 2021 by
ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, ત્યારે આ વાયરસની ઝપેટમાં વધુ એક કેબિનેટ મંત્રી ઝપેટમાં આવ્યા છે. ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાનો રિપોર્ટ પોઝિટીવ આવતા તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેઓ સારવાર હેઠલ છે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા નો કોરોના રિપોર્ટ આજે સવારે પોઝિટિવ આવ્યો છે .રૂપાણી સરકારના મંત્રી મંડળના છઠ્ઠા મંત્રી બન્યા કોરોનાગ્રસ્ત.
ભુપેન્દ્રસિંહ ચુડાસમા નો કોરોના રિપોર્ટ આજે સવારે પોઝિટિવ આવ્યો
તબીબી સલાહ અનુસાર તેઓને હાલમાં યુએન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પરંતુ તેમની તબિયત બિલકુલ સ્વસ્થ છે, વિધાનસભા સત્ર અંતિમ તબક્કામાં હતું ત્યારે કોરોનાએ માથુ ઉચક્યુ છે તેમાં ય છ થી વધુ ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવ્યાં છે.
કોરોનાએ માથુ ઉચક્યુ છે તેમાં ય છ થી વધુ ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવ્યાં
- રૂપાણી સરકારના મંત્રી મંડળના છઠ્ઠા મંત્રી બન્યા કોરોનાગ્રસ્ત,
- શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને કોરોના થયો,
- યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં,
- શિક્ષણ મંત્રીની તબિયત સ્થિર,
- બે દિવસ અગાઉ શિક્ષણ મંત્રી કાર્યાલયના 4થી વધુ કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યો હતો
નામ | હોદ્દો |
વિજય રૂપાણી | મુખ્યમંત્રી |
ઈશ્વર પટેલ | રાજ્યકક્ષાના મંત્રી |
બાબુ જમના પટેલ | ધારાસભ્ય |
શૈલેષ મહેતા | ધારાસભ્ય |
વિજય પટેલ | ધારાસભ્ય |
ભીખા બારૈયા | ધારાસભ્ય |
પૂંજા વંશ | ધારાસભ્ય |
ભરતજી ઠાકોર | ધારાસભ્ય |
નૌશાદ સોલંકી | ધારાસભ્ય |
કેશુભાઈ પટેલ | પૂર્વ મુખ્યમંત્રી |
હર્ષ સંઘવી | ધારાસભ્ય |
કિશોર ચૌહાણ | ધારાસભ્ય |
નિમાબહેન આચાર્ય | ધારાસભ્ય |
બલરામ થાવાણી | ધારાસભ્ય |
પૂર્ણેશ મોદી | ધારાસભ્ય |
જગદીશ પંચાલ | ધારાસભ્ય |
કેતન ઈનામદાર | ધારાસભ્ય |
વી.ડી. ઝાલાવાડિયા | ધારાસભ્ય |
રમણ પાટકર | રાજ્યકક્ષાના મંત્રી |
પ્રવીણ ઘોઘારી | ધારાસભ્ય |
મધુ શ્રીવાસ્તવ | ધારાસભ્ય |
ધર્મેન્દ્રસિંહ જાડેજા | રાજ્યકક્ષાના મંત્રી |
ગોવિંદ પટેલ | ધારાસભ્ય |
અરવિંદ રૈયાણી | ધારાસભ્ય |
રાઘવજી પટેલ | ધારાસભ્ય |
જયેશ રાદડિયા | કેબિનેટ મંત્રી |
બીનાબહેન આચાર્ય | મેયર, રાજકોટ |
દિનેશ મકવાણા | (ડેપ્યુટી મેયર, અમદાવાદ |
અમિત શાહ | કેન્દ્રીય ગૃહમંત્રી |
ડો.કિરીટ સોલંકી | સંસદ સભ્ય |
રમેશ ધડુક | સંસદ સભ્ય |
હસમુખ પટેલ | સંસદ સભ્ય |
અભય ભારદ્વાજ | સંસદ સભ્ય |
ગુજરાતમાં કોરોના દિવસે-દિવસે વધુને વધુ વિકરાળ રૂપ ધારણ કર્યુ છે, છેલ્લાં ૨૪ કલાકમાં રાજ્યમાં નવાં ૩૫૭૫ કેસ અને ૨૨ મોત નોંધાયા છે. ૧૧ ઓગસ્ટ પછી પહેલીવાર ગુજરાતમાં ૨૨ મોત નોંધાયા છે. આજે સૌથી વધુ અમદાવાદમાં ૮૨૩, સુરતમાં ૮૧૯, રાજકોટમાં ૪૯૦ અને વડોદરામાં ૪૫૭ કેસ નોંધાયા છે. મહાનગરો ઉપરાંત નાના શહેરોમાં પણ કોરોનાનું સંક્રમણ અનિયંત્રિત છે, જેમાં પાટણમાં આજે ૧૧ કેસ નોંધાયા છે. ૩૫૭૫ નવાં કેસો સામે આજે ૨૨૧૭ દર્દીઓને જ ડિસ્ચાર્જ કરાતા એક્ટિવ કેસોમાં ધરખમ વધારો થયો છે.
છેલ્લાં ૨૪ કલાકમાં અમદાવાદમાં ૮૨૩, સુરતમાં ૮૧૯, રાજકોટમાં ૪૯૦ અને વડોદરામાં ૪૫૭, જામનગરમાં ૧૭૫, પાટણમાં ૧૧૧, ભાવનગરમાં ૯૦, ગાંધીનગરમાં ૭૯, મહેસાણામાં ૬૬, જૂનાગઢમાં ૪૩, કચ્છમાં ૩૮ મહીસાગરમાં ૩૭, પંચમહાલમાં ૩૩, ખેડામાં ૩૨, મોરબીમાં ૩૧, દાહોદમાં ૨૯, બનાસકાંઠામાં ૨૬, ભરૂચમાં ૨૨ અને અમરેલીમાં ૨૦ કેસ નોંધાયા છે. આ સિવાયના તમામ જિલ્લાઓમાં ૨૦થી ઓછાં કેસો નોંધાયા છે. સૌથી ઓછાં પોરબંદરમાં ૨ કેસ નોંધાયા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31