GSTV
Gujarat Government Advertisement

ભયાનક સ્વરૂપ/ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3500થી વધુ નવા કેસ અને 22ના મોત, 11 ઓગસ્ટ પછી સૌથી વધુ મૃત્યુઆંક નોંધાયો

કોરોના

Last Updated on April 8, 2021 by

ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસે દિવસે-દિવસે વધુને વધુ વિકરાળ રૂપ ધારણ કર્યુ છે, છેલ્લાં ૨૪ કલાકમાં રાજ્યમાં નવાં ૩૫૭૫ કેસ અને ૨૨ મોત નોંધાયા છે. ૧૧ ઓગસ્ટ પછી પહેલીવાર ગુજરાતમાં ૨૨ મોત નોંધાયા છે. આજે સૌથી વધુ  અમદાવાદમાં ૮૨૩, સુરતમાં ૮૧૯, રાજકોટમાં ૪૯૦ અને વડોદરામાં ૪૫૭ કેસ નોંધાયા છે. મહાનગરો ઉપરાંત નાના શહેરોમાં પણ કોરોનાનું સંક્રમણ અનિયંત્રિત છે, જેમાં પાટણમાં આજે ૧૧ કેસ નોંધાયા છે. ૩૫૭૫ નવાં કેસો સામે આજે ૨૨૧૭ દર્દીઓને જ ડિસ્ચાર્જ કરાતા એક્ટિવ કેસોમાં ધરખમ વધારો થયો છે.

નાના શહેરોમાં પણ કોરોનાનું સંક્રમણ અનિયંત્રિત છે

છેલ્લાં ૨૪ કલાકમાં અમદાવાદમાં ૮૨૩, સુરતમાં ૮૧૯, રાજકોટમાં ૪૯૦ અને વડોદરામાં ૪૫૭, જામનગરમાં ૧૭૫, પાટણમાં ૧૧૧, ભાવનગરમાં ૯૦, ગાંધીનગરમાં ૭૯, મહેસાણામાં ૬૬, જૂનાગઢમાં ૪૩, કચ્છમાં ૩૮ મહીસાગરમાં ૩૭,  પંચમહાલમાં ૩૩, ખેડામાં ૩૨, મોરબીમાં ૩૧, દાહોદમાં ૨૯, બનાસકાંઠામાં ૨૬, ભરૂચમાં ૨૨ અને અમરેલીમાં ૨૦ કેસ નોંધાયા છે. આ સિવાયના તમામ જિલ્લાઓમાં ૨૦થી ઓછાં કેસો નોંધાયા છે. સૌથી ઓછાં પોરબંદરમાં ૨ કેસ નોંધાયા છે.

છેલ્લાં ૨૪ કલાકમાં અમદાવાદમાં ૮૨૩, સુરતમાં ૮૧૯, રાજકોટમાં ૪૯૦ અને વડોદરામાં ૪૫૭,

સુરતમાં ૧૦, અમદાવાદમાં ૬, બનાસકાંઠામાં એક, ભાવનગરમાં એક, મહીસાગરમાં એક, મહેસાણામાં એક, પંચમહાલમાં એક અને વડોદરામાં એક એમ કુલ ૨૨ દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. ઉલ્લેખનીય છે કે આ મૃત્યુઆંક માત્ર અને માત્ર કોરોનાના કારણે મૃત્યુ પામતા દર્દીઓનો જ છે. કો-મોર્બિડ દર્દીઓ એટલે કે કોરોના સિવાયની કોઇ બિમારી હોય અને દર્દીનું મૃત્યુ થાય તો તેવાં મોતને સરકાર દ્વારા કોરોનાથી થયેલું મૃત્યુ ગણવામાં આવતું નથી અને તેનાં આંકડા જાહેર કરવામાં આવતા નથી. આજના ૨૨ મૃત્યુ બાદ રાજ્યનો કુલ મૃત્યુઆંક ૪૬૨૦ પર પહોંચ્યો છે.

સૌરાષ્ટ્ર

ગુજરાતમાં અત્યારે એક્ટિવ દર્દીઓની સંખ્યા ૧૮,૬૮૪

ગુજરાતમાં અત્યારે એક્ટિવ દર્દીઓની સંખ્યા ૧૮,૬૮૪ છે. જેમાંથી ૧૭૫ દર્દીઓ વેન્ટિલેટર પર અને ૧૮,૫૦૯ દર્દીઓ સ્ટેલબ છે. આજે ૨૨૧૭ દર્દીઓ ડિસ્ચાર્જ થતાં કુલ ડિસ્ચાર્જનો આંક ૩,૦૫,૧૪૯ પર પહોંચ્યો છે. રાજ્યમાં ૬૦ વર્ષથી વધુની વાયના ૪૫થી ૬૦ વર્ષના ૧,૪૮,૧૧૧ વ્યક્તિઓને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને ૨૦,૬૫૬ વ્યક્તિઓને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૭૧, ૮૬,૬૧૩ વ્યક્તિને વેક્સિનનો પ્રથમ ડોઝ અને ૮,૭૪,૬૭૭ વ્યક્તિઓને વેક્સિનનો બીજો ડોઝ અપાયો છે.

કોરોના

એક્ટિવ કેસોમાં એક જ દિવસમાં 1,358નો ઉછાળો

નવાં ૩૫૭૫ કેસો સામે ૨૨૧૭ દર્દીઓનું ડિસ્ચાર્જ જ શક્ય બન્યું છે. જેના કારણે એક જ દિવસમાં એક્ટિવ કેસોમાં ૧૩૫૮ કેસોનો વધારો થયો છે. જાન્યુઆરી-ફેબુ્રઆરીમાં એવી પરિસ્થિતિ હતી કે નવાં કેસોની સામે ડિસ્ચાર્જ થતાં કેસોની સંખ્યા વધારે રહેતી હતી. જેના કારણે એક્ટિવ કેસોની સંખ્યા ક્રમશઃ ઘટી રહી હતી, પરંતુ હવે નવાં કેસોની સામે ડિસ્ચાર્જની સંખ્યા ખૂબ જ ઓછી હોવાથી એક્ટિવ કેસોનો આંકડો દરરોજ નવી સપાટી પર પહોંચી રહ્ય છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33