GSTV
Gujarat Government Advertisement

મહત્વનું/ GTUની પરિક્ષા હવે ઓનલાઈન લેવાશે, MCQ આધારીત પરીક્ષામાં 80 ટકા પ્રશ્નો અટેન્ડ કરવાના રહેશે

Last Updated on April 8, 2021 by

કોરોના વાયરસને કારણે અમદાવાદ શહેરની સ્થિતિ દિવને દિવસે વધુ ખરાબ થતા ગુજરાત યુનિ.બાદ GTU દ્વારા પણ શિયાળુ સત્રની બાકીની તમામ પરીક્ષાઓ મોકુફ કરી દેવાઈ છે. GTU દ્વારા હવે બાકીની પરીક્ષાઓ એમસીક્યુ આધારીત ઓનલાઈન જ લેવાશે. GTU દ્વારા શિયાળુ સત્ર (વિન્ટર સમેસ્ટર ) ૨૦૨૦ અંતર્ગત યુજી-પીજીમાં સેમેસ્ટર ૪,૫,૬,૭,૮ની રેગ્યુલર અને એટિકેટી સહિતની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ બી.ઈ અને ડિપ્લોમા ઈજનેરીમાં સેમેસ્ટર ૧ અને ૨ની પરીક્ષાઓ કોરોનાને લીધે અગાઉ મોકુફ કરાયા બાદ ૧૬મી એપ્રિલથી લેવાનું જાહેર કરાયુ હતું.

પરીક્ષાઓ કોરોનાને લીધે અગાઉ મોકુફ કરાયા બાદ ૧૬મી એપ્રિલથી લેવાનું જાહેર કરાયુ

૧૬મી એપ્રિલથી બી.ઈ અને ડિપ્લોમા ઈજનેરી સાથે પીજીના કેટલાક કોર્સની સેમેસ્ટર-૧ની પરીક્ષાઓ પણ  લેવનાર હતી અને બી.ફાર્મની સેમેસસ્ટર-૧ની પરીક્ષા હતી.આ ઉપરાંત કેટલાક અન્ય કોર્સની ઓછા વિદ્યાર્થીઓ સાથેની નાની પરીક્ષાઓ એપ્રિલમાં લેવાનાર હતી. પરંતુ હવે આ તમામ પરીક્ષાઓ મોકુફ કરી દેવાઈ છે.જે રીતે દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે તે જોતા ૧૬મી એપ્રિલથી પણ ઓફલાઈન ધોરણે પરીક્ષાઓ લઈ શકાય તેમ નથી.જેથી હવે જીટીયુ દ્વારા અગામ સમર સેમેસ્ટર પરીક્ષાઓની જેમ ઓનલાઈન મોડમાં જ બાકીની તમામ પરીક્ષાઓ લેવાશે.આ પરીક્ષાઓમાં ૫૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ છે. જેઓની હવે એમસીક્યુ આધારીત પરીક્ષા થશે.

પરીક્ષાઓમાં ૫૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ

એમસીક્યુ આધારીત પરીક્ષામા જે કોર્સમાં ૭૦ પ્રશ્નો હોય છે તેમાં વિદ્યાર્થીએ ૫૬ પ્રશ્નો એટેન્ડ કરવાના રહેશે,જે કોર્સમાં ૮૦  પ્રશ્નો હોય છે તેમાં ૬૪ પ્રશ્નો વિદ્યાર્થીએ એટેન્ડ કરવાના રહેશે. કોર્સની પરીક્ષા ૫૦ માર્કસની હશે તેમાં ૪૦ અને જે કોર્સની ૪૦ માર્કસની હશે તેમાં ૩૨ પ્રશ્નોના જવાબ વિદ્યાર્થીએ આપવાના રહેશે.એકંદરે ૮૦ ટકા પ્રશ્નો વિદ્યાર્થીએ એટેન્ડ કરવાના રહેશે અને પરિણામ ૧૦૦ ટકાના આધારે પ્રો રેટા મુજબ તૈયાર કરાશે. દરેક કોર્સની પરીક્ષા જેટલા માર્કસની પરીક્ષા હશે તેટલા સમય મુજબ લેવાશે એટલેકે  ૭૦ માર્કસ સામે ૭૦ મીનિટ અને ૫૦ માર્કસ સામે ૫૦ મીનિટની પરીક્ષા રહેશે.

૭૦ માર્કસ સામે ૭૦ મીનિટ અને ૫૦ માર્કસ સામે ૫૦ મીનિટની પરીક્ષા રહેશે

ઓનલાઈન પરીક્ષા પહેલા જીટીયુ દ્વારા પ્રિચેક ટ્રાયલ ટેસ્ટ લેવાશે અને જે તમામ વિદ્યાર્થીએ ફરજીયાત આપવાની રહેશે.જો ટેકનિકલ કારણોસર વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શકે તો જ તે વિદ્યાર્થીની ઓફલાઈન પરીક્ષા લેવાશે. આ ઓનલાઈન પરીક્ષા મોબાઈલ, ડેસ્કટોપ, લેપટોપ કે ટેબલેટ સહિતના કોઈ પણ ગેઝેટ દ્વારા આપી શકાશે અને ઓનલાઈન પરીક્ષા માટેના અને ટ્રાયલ પરીક્ષા માટેના નિયમો તથા ટાઈમ ટેબલ હવે પછી વેબસાઈટ પર જાહેર કરવામા આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33