GSTV
Gujarat Government Advertisement

ડાન્સ દિવાને-3 નાં જજ ધર્મેશ યેલાંદેનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, હાલ સારવાર હેઠળ: શોના 18 ક્રૂ મેંમ્બર્સ પણ થયા હતા સંક્રમિત!

Last Updated on April 8, 2021 by

રિયલીટી ટીવી શો ડાન્સ દિવાને 3ના જજ ધર્મેશ યેલાંદેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ધર્મેશની લોકપ્રિયતા ઘણી છે. છેલ્લા ઘણા દિવસોમાં આ શોના ઘણા ક્રૂ મેમ્બર્સ કોવિડ પોઝિટીવ આવ્યા હતા. હવે ધર્મેશનો રિપોર્ટ પોઝિટીવ આવતા ફફડાટ મચ્યો છે. તમને જણાવી દઈએ કે ડાન્સ દિવાનેમાં જજ તરીકે માધુરી દિક્ષિત, તુષાર કાલિયા અને ધર્મેશ યેલાંડે છે. જ્યારે રાઘવ જુયલ આ શોને હોસ્ટ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ અમારા શો ડાન્સ દિવાને સાથે જોડાયેલા ક્રૂ મેમ્બર્સનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

ધર્મેશની સાથે સાથે શોના પ્રોડ્યુસર અરવિંદ રાવનો પણ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ બન્ને ને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે જેથી તેઓ આ વાયરસને હરાવી શકે.

પ્રોડ્યુસરે લીધા એક્શન

શો દરમયાન પ્રોડ્યુસર અરવિંદ રાવને 18 ક્રુ મેમ્બર્સના કોરોના સંક્રમિત થવાના સમાચાર મળ્યાં કે તેણે તુરંત જ તે લોકોને રિપ્લેસ કરી દીધાં. તેના કારણે શુટિંગ ઉપર અસર ન પડે. હવે આ અંગે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને ઈમ્પલોઈઝ FWICE-Federation of Western India Cine Employees નો સંપર્ક કરવામાં આવ્યો તો જનરલ સેક્રેટરી અશોક ઉપાધ્યાયે પણ ડાંસ દિવાને 3ના સેટ ઉપર 18 લોકોના કોવિડ પોઝિટીવ હોવાની વાતને સમર્થન આપ્યું હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33