GSTV
Gujarat Government Advertisement

કડક કાર્યવાહી: YouTubeમાંથી 800 કરોડ વીડિયો અને 700 કરોડથી વધારે કમેન્ટ હટાવામાં આવ્યા, ડેટા લીકની તપાસ શરૂ

Last Updated on April 8, 2021 by

વર્ષ 2018થી અત્યાર સુધીમાં યુટ્યૂબે પોતાના પ્લેટફોર્મ પરથી 8.30 કરોડ વીડિયો હટાવ્યા છે. તેમાં વાંધાજનક કંટેટ, કોપિરાઈટ વિરુદ્ધ અથવા પોર્નોગ્રાફી વીડિયો હતાં. આ ઉપરાંત 700 કરોડથી વધારે કમેન્ટ પણ હટાવ્યા હતાં. કંપનીએ જણાવ્યુ હતું કે, દર 10 હજારમાંથી વાંધાજનક વીડિયોની સંખ્યા 16થી 18 રહે છે. કંપનીમાં સુરક્ષા તથા વિશ્વસનિયતાની ટીમના નિર્દેશક જેનિફર ઓ’કોનરના જણાવ્યા અનુસાર વાંધાજનક વિડીયોની ટકાવાર ખૂબ ઓછી છે. તેનું આર્ટિફિશિયલ ઈંટેલિજેન્સ સિસ્ટમ 94 ટકા વાંધાજનક વીડિયો કોઈ જોવે તે પહેલા જ હટાવી દેવામાં આવે છે.

ત્રણ વર્ષ પહેલા તેમની સંખ્યા 63થી 72 વીડિયો દર 10 હજારમાં રહેતા હતાં. યુઝર્સ દ્વારા અપલોડ આ વીડિયોથી યુટ્યૂબ અને ફેસબુક હાલ ભારે માત્રામાં બાકી યુઝર્સને કંટેટ વહેંચી રહ્યા છે.

ફેસબુક ડેટાલિંકની તપાસ આયરલેન્ડ પણ કરશે

ભારતમાં લગભગ 61 લાખ અને વિશ્વના 53.3 લોકોના ડેટા લીક હોવાની આયરલેન્ડ તપાસ શરૂ કરી છે. ડેટા સુરક્ષા આયોગે ફેસબુકના તર્કને નથી માન્યા, જેમાં કહેવાયુ હતું કે, આ ડેટા 2019નો છે. આયોગ જોશે કે, લીક કેવી રીતે થયાં, અને ડેટાનો દુરઉપયોગ થાય છે કે કેમ ? આયોગાના નાયબ ડિરેક્ટર ગ્રાહમ ડોયલના જણાવ્યા અનુસાર ફેસબુકના દાવાનું પરીક્ષણ કરવામાં આવશે. લીક થયેલા ડેટાનો ઉપયોગ સંભવ છે. એટલા માટે ડેટાને જૂના કહીને ખતરાથી બચી નિકળવુ જરાયે યોગ્ય નથી.

યુરોપિય સંઘ પર પણ અસર

ડબલિનિ સ્થિત તપાસ આયોગ યુરોપિય સંઘના ડેટા સંરક્ષણ નિયામકનું મહત્વપૂર્ણ અંગ છે. સંભાવના છે કે, આ તપાસની અસર સમગ્ર સંઘ પર થશે. નિષ્ણાંતોનું માનવુ છે કે, સર્વર પર નિશ્ચિત સમયમાં ડેટા ડિલીટ કરવાના કડક નિયમો લાગૂ થાય.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33