GSTV
Gujarat Government Advertisement

ફફડેલા કારીગરોએ ફરી વતનની વાટ પકડવા માંડી, ધીમી ગતિએ શરૂ થયેલું સ્થળાંતર આગામી અઠવાડિયાઓ વધી જશે!

Last Updated on April 8, 2021 by

કોરોના વાયરસ નો કહેર ગુજરાતમાં વધવા માંડતા સ્ટીલના અને ધાતુના વાસણ બનાવતા ઉદ્યોગ સાથે સંકળાયેલા બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા ભણી જવાનું શરૂ કરી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે. આગામી અઠવાડિયાઓમાં કોરોના કંટ્રોલમાં નહિ આવે તો કારીગરોની વણઝાર મોટી થવાની શક્યતા રહેલી છે. 

કારીગરોની વણઝાર મોટી થવાની શક્યતા

કોરોના કંટ્રોલમાં નહિ આવે તો કારીગરોની વણઝાર મોટી થવાની શક્યતા

સ્ટીલ ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે છેલ્લા સાતેક દિવસથી ધીમી ગતિએ તેમના કારીગરોએ કોરોનાને કારણે તેમના વતન ભણી જવાનું ચાલુ કરી દીધું છે. લૉકડાઉન આવી જાય તો ભેરવાઈ જવાના ભયથી તેમણે પાણી પૂર્વે જ પાળ બાંધતા હોય તેવા અભિગમ સાથે વતન જવાનું ચાલુ કરી દીદું છે. કઠવાડા ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના વિસ્તારોના, વિજય એસ્ટેટનમાં આવેલા સ્ટીલના વાસણો બનાવવાના એકમોમાંથી માણસોએ સ્થળાંતર ચાલુ કરી દીધું છે. આ સિવાયના નાના એકમોમાંથી અને બિલ્ડરોની સાઈટ પરથી પણ માણસો ઓછા થવા માંડયા હોવાની શક્યતાને નકારી શકાતી નથી. આ સ્થળાંતરીઓ આજે ખાસ્સી સંખ્યામાં અમદાવાદ સ્ટેશનેથી સ્વદેશ જતાં જોવા મળ્યા હતા. 

ખાસ્સી સંખ્યામાં અમદાવાદ સ્ટેશનેથી સ્વદેશ જતાં જોવા મળ્યા

કેમિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રો પણ કહે છે કે આ વખતે ગામડાંઓમાં પણ કોરોના ફેલાયો હોવાથી લોકો તરત ભાગ્યા નથી. પરંતુ કેમિકલ ઉદ્યોગના  યુરોપિયન સંઘ સાથેના કામકાજો ઘટી ગયા છે. લૉકડાઉનને કારણે બાંગલાદેશમાં કામકાજો સાવ જ ઠપ થઈ ગયા છે. તેથી તેની સાથેના વેપારો પણ અટકી ગયા છે. કેમિકલ ઉદ્યોગનો ૪૦ ટકા જેટલો ધંધો ઓછો થઈ ગયો છે. જોકે અત્યારે માત્ર કરફ્યુ જ  હોવાથી રાતના આઠથી સવારના આઠની પાળીમાં કારીગરોને બોલાવીને કામ ચલાવવામાં આવી રહ્યા છે. 

કેસ

કેમિકલ ઉદ્યોસ સાથે સંકળાયેલા અન્યનો કહેવું છે કે ઘરમાં કોરોનાના કેસ આવે તો તે કારીગરને પંદર દિવસ સુધી ફેક્ટરીમાં ન આવવાની સૂચના આપી દેવામાં આવે છે. પરંતુ કોરોનાના કેસ વધશે તો તેની ચેઈન તોડવા માટે પણ ઔદ્યોગિક એકમોએ સાત દિવસ કે વધુ સમયનો બંધ પાડવાની ફરજ પડશે. આ સ્થિતિમાં કારીગરો તે તબક્કે મોટે પાયે સ્વદેશ તરફ રવાના થાય તેવી સંભાવનાને નકારી શકાતી નથી. 

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33