Last Updated on April 8, 2021 by
દેશમાં વધી રહેલા કોરોના વાયરસના કેસ વચ્ચે કેન્દ્ર સરકારની ચિંતામાં વધારો થયો છે. જેથી પીએમ મોદી આજે દેશના એવા તમામ રાજ્યના મુખ્ય પ્રધાન સાથે બેઠક કરશે જે રાજ્યમાં કોરોનાના કેસની ગતિ બમણી થઈ છે. વીડિયો કોન્ફરન્સથી યોજાનારી બેઠકમાં દેશના સૌથી વધુ પ્રભાવિત રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવશે.
સૌથી વધુ પ્રભાવિત રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવશે
આ બેઠક પહેલા દેશના કેટલાક રાજ્યમાં રાત્રી કર્ફ્યૂ અને લોકડાઉન પણ લાગૂ કરી દેવામાં આવ્યુ છે. છત્તીસગઢના રાયપુરમાં લોકડાઉન લાગૂ કરાયુ છે. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં રવિવારથી નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ પહેલા પીએમ મોદીએ રવિવારે એક હાઈલેવલ બેઠક યોજી હતી.
જેમા દેશમાં કોરોનાની સ્થિતિ અને કોરોનાની રસી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કેબિનેટ સચિવ, પીએમ મોદીના મુખ્ય સચિવ અને સ્વાસ્થ્ય વિભાગના સચિવ હાજર રહ્યા હતા.’
કોરોનાની બીજી લહેરના અજગર ભરડામાં સપડાઈ રહ્યો છે
દેશ કોરોનાની બીજી લહેરના અજગર ભરડામાં સપડાઈ રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૧.૨૦ લાખ નવા કેસ સામે આવ્યા છે. કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં એક દિવસમાં કોરોનાના આ સૌથી વધુ કેસ છે. આ સાથે કોરોનાના કુલ કેસ ૧.૨૮ કરોડને પાર થઈ ગયા છે. દેશમાં છેલ્લા ચાર દિવસમાં ત્રીજી વખત એક દિવસમાં કોરોનાના કેસ એક લાખથી વધુ નોંધાયા છે. કોરોનાના કેરને પગલે છત્તિસગઢના રાયપુરમાં ૧૧ દિવસનું સંપૂર્ણ લોકડાઉન લાદી દેવાયું છે તો દિલ્હી સહિત અનેક રાજ્યોએ કોરોના પર કાબૂ મેળવવા લૉકડાઉન, નાઈટ કરફ્યૂ, વીકએન્ડ લૉકડાઉન જેવા આકરા પ્રતિબંધો મૂક્યા છે. દેશમાં કોરોનાની સ્થિતિ મુદ્દે વડાપ્રધાન મોદી ગુરુવારે બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજશે.
મોદી ગુરુવારે બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજશે
દેશમાં કોરોનાની સૌથી વધુ ગંભીર સ્થિતિ મહારાષ્ટ્રમાં છે, જ્યાં વીકએન્ડ અને નાઈટ કરફ્યૂ લાગુ કરી દેવાયા છે. આ સિવાય દિલ્હીમાં પણ નાઈટ કરફ્યૂ લાગુ છે. છત્તિસગઢના રાયપુરમાં ૯ એપ્રિલથી ૧૯ એપ્રિલ સુધી સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. છત્તિસગઢના દુર્ગમાં ૬ એપ્રિલથી ૧૪ એપ્રિલ સુધી લોકડાઉન લાગુ કરી દેવાયું છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31