Last Updated on April 7, 2021 by
‘દેખ તેરે સંસાર કી હાલત ક્યાં હો ગઇ ભગવાન’ આવાં શબ્દો મુખમાંથી સરી પડે કે જ્યારે વડોદરાનું આ કરૂણ દ્રશ્ય જોવા મળે. વડોદરામાં કોરોનાના કેસો એટલી હદે વધી ગયા છે કે ટપોટપ મૃત્યુ થઇ રહ્યાં છે. સ્મશાનની સાથે-સાથે હવે અંતિમ વિધી માટે આવતી અંતિમ વાહિનીનું પણ વેઇટીંગ હોવાથી મૃતકના પરિજનોને ખૂબ રાહ જોવી પડી રહી છે. ત્યારે વડોદરાના નાગરવાડા શાકમાર્કેટમાં એક 65 વર્ષીય વૃદ્ધાનું અવસાન થતા મૃતકની અંતિમ યાત્રા માટે અંતિમ વાહિનીની રાહ જોઇ જોઇને થાકેલા પરિવારજનોએ અંતે લારીમાં અંતિમ યાત્રા કાઢવાની ફરજ પડી હતી.
એક તરફ રાત્રિ કરફ્યુનો માહોલ હતો તો બીજી બાજુ રસ્તાઓ સાવ સૂમસામ ભાસી રહ્યાં હતાં. એવી સ્થિતીમાં લારી પર લાશ લઇને જઇ રહેલા મૃતકના પરિજનોની હાલત જોઇને કોઇનું પણ કાળજું કંપી જાય ત્યારે અહીં સવાલ એ ઊભો થાય છે કે, શું ગુજરાત મોડેલની આ જ સ્થિતિ છે કે જ્યાં અંતિમ યાત્રા કાઢવા માટે પણ પૂરતા પ્રમાણમાં અંતિમ વાહિનીઓની ઘટ પડી રહી છે.
મોતના આંકડા પણ ચોંકાવનારા
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દિન પ્રતિદિન સતત કોરોનાના કેસો વધતા જ જઇ રહ્યાં છે. ત્યારે આજે અધધ 3500થી વધુ કેસો નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આ ઉપરાંત મોતના આંકડા પણ ચોંકાવનારા આવ્યા છે.રાજ્યના સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 3575 કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે આ જ સમયગાળા દરમિયાન વધુ 22 લોકોનું મૃત્યુ નિપજ્યું છે. તેની સાથે જ કુલ મૃત્યુઆંક 4620એ પહોંચ્યું છે.
જ્યારે રિકવરી રેટમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આજ રોજ છેલ્લા 24 કલાકમાં 2217 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે જ અત્યાર સુધી 3,05,149 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 92.90 ટકાએ પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં કુલ 71,86,613 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનુ અને 8,74,677 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થઇ ચૂક્યું છે. આમ કુલ 80,61,290 રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે. આજે 60 વર્ષથી વધારે વયના અને 45-60 વર્ષનાં કુલ 1,48,111 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 20,656 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી.
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની વાત કરીએ તો કુલ 18,684 એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી 175 લોકો વેન્ટિલેટર પર છે અને 18,509 લોકો સ્ટેબલ છે. 3,51,149 લોકો ડિસ્ચાર્જ થઇ ચૂક્યાં છે. કુલ 4620 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 22 લોકોનાં દુ:ખદ નિધન થયા છે. જેમાં વાત કરીએ મોતના આંકડાની તો સુરત કોર્પોરેશનમાં 8, અમદાવાદ કોર્પોરેશનમાં 6, સુરત2, બનાસકાંઠા 1, ભાવનગર કોર્પોરેશન 1, મહીસાગર 1, મહેસાણા 1, પંચમહાલ 1, વડોદરા કોર્પોરેશન 1 આ પ્રકારે રાજ્યમાં આજે કોરોનાને કારણે કુલ 22 લોકોનાં મોત નિપજ્યાં છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31