Last Updated on April 7, 2021 by
દેશમાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે કેટલાક ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે. અચરજમાં મૂકનારી વાત એ છે કે આ વખતે મોટી સંખ્યામાં બાળકો પણ કોરોનાના શિકાર થઇ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ કેટલાક રાજ્યોમાં બાળકોમાં કોરોનાનું સંક્રમણ પણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. દેશના 11 એવા રાજ્યો છે, જ્યાં કોરોનાનુ સંક્મણ સૌથી વધુ જોવા મળ્યું છે, ત્યાં બાળકોમાં પણ સંક્રમણ ઝડપથી વધ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ મહારાષ્ટ્રમાં પાંચ વર્ષના બાળકો એક માર્ચથી ચાર એપ્રિલ 2021 સુધી 9882, છ વર્ષથી 10 વર્ષની ઉંમરના 14,660 અને 11થી 17 વર્ષના કિશોરમાં 36,142 કેસ મળ્યા છે. એકલા મહારાષ્ટ્રમાં 60,684 બાળકો કોરોના સંક્રમિત મળ્યા છે.
છત્તીસગઢ બીજા નંબરે
બાળકોમાં સંક્રમણના મામલે પાંચ વર્ષ સુધીની ઉંમરની વાત કરીએ તો 922, છથી 10 વર્ષ સુધી 1374 અને 11થી 17 વર્ષ વચ્ચે 3,644 કેસ મળ્યા છે. એક માર્ચથી ચાર એપ્રિલ 2021 વચ્ચે છત્તીસગઢમાં કુલ 5,940 બાળકોમાં કોરોના સંક્રમિત થયા છે.
દિલ્હીમાં ઝડપથી વધી રહ્યો છે કોરોના
એક માર્ચથી 4 એપ્રિલ 2021 સુધીના આંકડામાં દિલ્હીમાં નજર કરીએ તો પાંચ વર્ષની ઉંમર સુધીના 441 બાળકો, છથી 10 વર્ષની ઉંમરમાં 662, 11 વર્ષથી 17 વર્ષની ઉંમરમાં 1630 કેસ નોંધાયા છે.
સતર્ક રહેવાની જરૂર
એઇમ્સના પૂર્વ નિર્દેશક ડો. એમસી મિશ્રાએ જણાવ્યું કે પહેલા બાળકોમાં સંક્રમણ ઓછો હતો, પરંતુ આ વર્ષે કેસ પહેલા કરતા વધુ જોવા મળી રહ્યા છે. તેના પાછળનું કારણ એ છે કે આ વર્ષે વાઇરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. જેથી આપણે પહેલા કરતા વધારે તકેદારી રાખવાની જરૂર છે.