GSTV
Gujarat Government Advertisement

ચિંતાજનક સ્થિતિ / મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં જ કોરોનાના નવા કેસોએ હદ વટાવી, બીજી બાજુ આ રાજ્યો લોકડાઉન તરફ

Last Updated on April 7, 2021 by

ભારતમાં છેલ્લાં 24 કલાકમાં સામે આવેલા નવા કેસોની સંખ્યાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર, દેશમાં મંગળવારના રોજ કોવિડ 19ના 1.15 લાખ નવા કેસ સામે આવ્યાં છે. ત્યારે મહારાષ્ટ્રમાં એક વાર ફરી 50 હજારથી પણ વધારે નવા કેસો સામે આવ્યાં છે, તો દિલ્હીમાં નવા આંકડાઓએ પણ રેકોર્ડ તોડ્યો છે. કોરોનાના ખતરાને જોતા દેશના 6 રાજ્યોએ પોતાના અનેક શહેરોમાં નાઇટ કરફ્યુ (Night Curfew) ની જાહેરાત કરી છે. બીજી બાજુ રાયપુરમાં 9 એપ્રિલથી 10 દિવસ સુધી ફુલ લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં કોરોના બેકાબુ, 24 કલાકમાં જ નવા કેસ 60 હજારની નજીક

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ મહામારીનો પ્રકોપ ભયાનક થતો જઇ રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 59,907 કેસ સામે આવ્યાં છે જ્યારે કોરોનાથી 322 લોકોના મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી મૃત્યુદર 1.79 ટકા થઇ ગયો છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 5,01,559 છે. વર્તમાન સમયમાં 25,78,530 લોકો હોમ ક્વોરન્ટાઇનમાં છે અને 21,212 લોકો ઇન્સ્ટીટ્યુશનલ ક્વોરન્ટાઇનમાં છે.

છિંદવાડામાં સંપૂર્ણ લોકડાઉન, રાજ્યમાં 5 દિવસ જ ખુલશે સરકારી ઓફિસ

મધ્ય પ્રદેશમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને હાઈ લેવલ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. કોવિડ -19 ના વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને, રાજ્યની તમામ સરકારી કચેરીઓ અઠવાડિયાના 5 દિવસ (સોમવારથી શુક્રવાર), આગામી ત્રણ મહિના માટે સવારે 10થી સાંજના 6 વાગ્યા સુધી ખુલશે. જ્યારે સરકારી કચેરીઓ શનિવાર અને રવિવારે બંધ રહેશે. આવતીકાલે 8 એપ્રિલથી આગામી આદેશ સુધી રાજ્યના તમામ શહેરી વિસ્તારોમાં દરરોજ સવારે 10 કલાકથી સવારે 6 કલાક સુધી નાઇટ કર્ફ્યુ લાગુ રહેશે. રાજ્યના જિલ્લાઓના શહેરી વિસ્તારોમાં, આગામી આદેશો સુધી દર રવિવારે લોકડાઉન લગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Corona

છત્તીસગઢના રાયપુરમાં 11 દિવસનું સંપૂર્ણ લોકડાઉન

કોરોનાના વધતા જતા કેસોને જોતા છત્તીસગઢની રાજધાની રાયપુરમાં 11 દિવસો માટે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. મળતી જાણકારી અનુસાર, આ લોકડાઉન 9 એપ્રિલથી 19 એપ્રિલ સુધી લાગુ રહેશે.

સ્વાસ્થ્યમંત્રી ટીએસ સિંહ દેવે એક ખાનગી ન્યુઝ ચેનલને જણાવ્યું હતું કે, ‘જો હાલત નહીં સુધરે તો રાયપુર સિવાય હજુ વધારે જિલ્લાઓમાં લોકડાઉન લગાવવામાં આવી શકે છે. તમને જણાવી દઇએ કે, રાજ્યમાં મંગળવારના રોજ અહીં, 9,921 નવા કેસો સામે આવ્યાં છે જ્યારે 53 લોકોના મોત થયાં છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાના 3,86,269 મામલા સામે આવી ચૂક્યાં છે અને 4,416 લોકોના જીવ જઇ ચૂક્યાં છે. હાલમાં 52,445 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

મહારાષ્ટ્રમાં સર્જાઇ ઓક્સિજનની અછત

મહારાષ્ટ્રની અંદર હવે દરરોજ 50 હજાર કરતા વધારે કોરોના કેસ સામે આવી રહ્યાં છે. જેના કારણે રાજ્યમાં ઓક્સિજનની અછત ઉભી થઇ છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ બુધવારે કેન્દ્ર સરકારને કહ્યું કે પાડોશી રાજ્યો પાસેથી ઓક્સિજનની પૂર્તિ કરવામાં આવે. રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પહેલાં જ કહી ચૂક્યાં છે કે જો આવી રીતે કેસ વધતા રહ્યાં તો આવનારા થોડા દિવસોમાં જ સ્વાસ્થ્ય સંસાધનો ખુટવા લાગશે. ઉલ્લેખનીય છે કે કોરોનામાં જે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થાય છે તેમને ઓક્સિજન આપવામાં આવે છે.

કોરોના

મહારાષ્ટ્રમાં કોરોનાની રસીના સ્ટોકનો સ્ટોક ખતમ થવાને આરે

મહારાષ્ટ્રમાં બેકાબૂ બનેલા કોરોનાના કેસ વચ્ચે કોરોનાની રસીના સ્ટોકનો સ્ટોક ખતમ થવાને આરે છે. મહારાષ્ટ્રમાં ત્રણ દિવસ સુધી ચાલી શકે તેટલો રસીનો સ્ટોક હોવાનું સામે આવ્યું છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ ટોપે જણાવ્યુ કે, રાજ્યમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ છે. જેના કારણે રાજ્યમાં કોરોનાના કેસમાં રોકેટ ગતિ આવી છે.

રાજ્યમાં કોરોનાની સાથે રસીકરણ અભિયાન ચાલુ કરવામાં આવ્યુ છે. પરંતુ કોરોનાની રસીનો જથ્થો માત્ર ત્રણ દિવસ ચાલે તેટલો છે. જેથી રાજ્યમાં વધુ રસીનો જથ્થો પુરો પાડવાની જરૂર છે. મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકાર પાસે 20થી 40 વર્ષના લોકોને રસી આપવાની માંગ કરી છે. મહારાષ્ટ્રમાં હાલમાં 14 લાખ રસીના ડોઝ છે. તો અત્યાર સુધીમાં 85 લાખથી વધુ રસીના ડોઝ લોકોને આપવામાં આવ્યાં છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33