Last Updated on April 7, 2021 by
કોરોના વાયરસ વિરૂદ્ધ વેક્સિન કાર્યક્રમ (Covid Vaccine) શરૂ છે. એવામાં એવાં સમાચાર સામે આવ્યાં છે કે, રસી લગાવ્યા બાદ પણ લોકો વાયરસના શિકાર થઇ રહ્યાં છે. એવામાં સરકારે આ સમસ્યા સામે ઝઝૂમવાની રીત શોધી છે. હવે કોવિડ-19 (Covid 19) ના સેમ્પલ ટેસ્ટમાં ફોર્મમાં નવી કોલમ મળશે, જેમાં તમારે વેક્સિન સાથે જોડાયેલી તમામ જાણકારીઓ આપવાની રહેશે. હાલમાં સરકાર પાસે આવા મામલાઓ વિશે તપાસ કરવાની કોઇ જ વ્યવસ્થા નથી.
સરકારે રસી લીધા બાદ સંક્રમિત થનારા લોકોનો આંક એકત્રિત કરવાની નવી વ્યવસ્થા કરી છે. Covid 19 ના સેમ્પલ ટેસ્ટના ફોર્મમાં નવી કલમ જોડવામાં આવી છે. હવે આ સેમ્પલ રેફરન્સ ફોર્મમાં વ્યક્તિને જણાવવાનું રહેશે કે તેઓને રસી લગાવી છે કે નહીં, તો તેઓએ વેક્સિન સાથે જોડાયેલી જાણકારી આપવાની રહેશે. જેમાં વેક્સિનનું નામ- કોવિશીલ્ડ અથવા કોવેક્સિન, તારીખ જેવી જાણકારી શેર કરવાની રહેશે.
આ સિવાય ટેસ્ટિંગ દરમ્યાન એમ પણ જણાવવાનું રહેશે કે, વેક્સિનનો પ્રથમ અને બીજો ડોઝ કઇ તારીખે લેવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે, હવે રસી લગાવ્યા બાદ કેટલાં લોકો સંક્રમિત થયાં, તેના વિશે જાણી શકાશે. અહેવાલ મુજબ, અંદાજે એક મહીના પહેલાં રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ પટના હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સંજય કરોલ કોરોના સંક્રમિત આવ્યાં છે. તેઓને એઇમ્સમાં ભરતી કરવામાં આવ્યાં છે.
કોરોના વાયરસનો કહેર દેશભરમાં એક વાર ફરીથી શરૂ થયો છે. મંગળવારના રોજ દેશમાં 1 લાખ 15 હજાર 736 દર્દીઓ મળ્યાં છે. આ આંકડો અત્યાર સુધીનો સૌથી વધારે છે. એમાંથી 55 હજાર કેસો મહારાષ્ટ્ર, 9 હજાર 921 છત્તીસગઢમાં મળ્યાં છે. આ સિવાય કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં 5-5 હજારથી પણ વધારે દર્દીઓ મળી આવ્યાં છે. દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 8 લાખ 43 હજાર 473 એ પહોંચી ગઇ છે. www.covid19india.org ના આંકડાઓ દર્શાવે છે કે, દેશમાં અત્યાર સુધી 8 કરોડ 70 લાખ 77 હજાર 474 લોકોને વેક્સિનનો ડોઝ આપી દેવામાં આવ્યો છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31