Last Updated on April 7, 2021 by
કોરોના કેસના જે આંકડા દરરોજ સામે આવી રહ્યા છે તે બતાવી આપે છે કે, કોરોના વાયરસની આ લહેર પહેલા કરતા પણ વધુ ખતરનાક છે. જો કે, ડોક્ટર્સ તેના પાછળ બીજા કેટલાક કારણો પણ જવાબદાર હોવાનું કહી રહ્યા છે. દિલ્હીની લોકનાયક હોસ્પિટલના એમડી ડો. સુરેશ કુમારના કહેવા પ્રમાણે આ વખતે બીમાર થનારા લોકોમાં યુવાનો, બાળકો અને ગર્ભવતી મહિલાઓની સંખ્યા સૌથી વધારે છે.
મુંબઈમાં બીજી લહેરના 80 ટકા કેસમાં કોરોનાના કોઈ જ લક્ષણો નથી નોંધાયા
ડૉ. કુમારના કહેવા પ્રમાણે નવી લહેર ખૂબ ઝડપથી ફેલાઈ રહી છે અને દિલ્હીની હોસ્પિટલોમાં બેડની પણ તંગી પડી રહી છે. મુંબઈમાં બીજી લહેરના 80 ટકા કેસમાં કોરોનાના કોઈ લક્ષણો નથી નોંધાયા. હાર્ટ કેર ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા અને કંફડરેશન ઓફ મેડિકલ અસોશિએશન ઓફ એશિયાના પ્રેસિડેન્ટ ડો. કેકે અગ્રવાલના કહેવા પ્રમાણે મહિલાઓ અને બાળકોમાં કોરોનાના લક્ષણો ઓછા નોંધાય છે પરંતુ તેમણે સાવધાન રહેવાની જરૂર છે.
છેલ્લાં 3 દિવસમાં દેશમાં 3 લાખથી વધારે નવા કેસ નોંધાયા
જો કોરોનાના લક્ષણો જણાય તો તેનો અર્થ કોરોના શરીર પર હિટ કરી રહ્યો છે તે થાય અને આ સંજોગોમાં આઈસોલેટ થઈ જવું જોઈએ. સમગ્ર દેશના કોરોના કેસની વાત કરીએ તો તાજેતરમાં કોરોનાના 1.15 લાખ નવા કેસ સામે આવ્યા હતા. આ આંકડાએ છેલ્લા બે વર્ષના રેકોર્ડ તોડી દીધા છે. દેશમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 8.41 લાખ થઈ ગઈ છે. હોળી બાદ દેશમાં કોરોના સંક્રમણ વધવા લાગ્યું છે. છેલ્લાં 3 દિવસમાં દેશમાં 3 લાખથી વધારે નવા કેસ નોંધાયા છે. દિલ્હીમાં ફરીવાર કોરોનાના કેસમાં વધારો થવાના કારણે રાત્રી કર્ફ્યૂ લાગૂ કરવામાં આવ્યો છે. તમામ પરિસ્થિતિ વચ્ચે ફરીવાર દિલ્હીમાંથી લોકો પલાયન કરવા માટે મજબૂર બન્યા છે. અન્ય રાજ્યમાંથી દિલ્હીમાં ધંધા રોજગાર માટે આવતા લોકોને ભય છે કે, દિલ્હીમાં કોરોનાના કેસ વધતા સરકાર ફરીવાર લોકડાઉન લાગૂ કરી શકે છે. જેથી દિલ્હી રેલવે સ્ટેશન પર પલાયન કરનાર લોકોની ભીડ જોવા મળી.
ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરમાં અત્યંત ઝડપથી ફેલાઈ રહી છે અને આગામી ચાર સપ્તાહ દેશ માટે ખૂબ જ મહત્વના રહેશે… તેવી કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે. સરકારે કોરોનાની બીજી લહેર પર નિયંત્રણ મેળવવા લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સહિત કોવિડ નિયમોનું પાલન કરવા પર ભાર મૂક્યો છે. નીતિ આયોગના સભ્ય વી. કે. પૌલે જણાવ્યું હતું કે, દેશમાં કોરોના મહામારીની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે અને દંર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.
દેશની મોટી વસ્તી પર હજી પણ કોરોનાનું જોખમ તોળાઈ રહ્યું છે
દેશની મોટી વસ્તી પર હજી પણ કોરોનાનું જોખમ તોળાઈ રહ્યું છે. લોકો કોરોનાના નિયમોનું પાલન કરે, કેન્ટેનમેન્ટ ઝોન જાહેર થાય, વધુ અસરકારક રીતે ટેસ્ટિંગ થવા જોઈએ, મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજૂબત બનાવવું જોઈએ અને રસીકરણ અભિયાનની ગતિ વધારવી જોઈએ. તેના પર ભાર મુકવામાં આવ્યો હતો. ભારતમાં કોરોના રસીકરણ અભિયાનમાં હાલ ૪૫ વર્ષથી વધુ વયના લોકોને રસી અપાઈ રહી છે ત્યારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સહિત કેટલાંક સંગઠનોએ રસીકરણમાં ૪૫ વર્ષની વય મર્યાદામાં છૂટછાટ આપવા માટે કેન્દ્ર સમક્ષ માંગણી કરી છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31