GSTV
Gujarat Government Advertisement

ભયંકર/ કોરોનાના નવા વેરિયન્ટથી 3 જ મહિનામાં 10 લાખ લોકોનાં મોત, 1 વર્ષમાં મહામારી આટલા લોકોને ભરખી ગઈ

Last Updated on April 7, 2021 by

કોરોના વાયરસના નવા વેરિયન્ટના કારણે બીજી લહેર વધારે ખતરનાક બની છે. ભારતમાં અને દુનિયામાં કોરોનાએ ફરી એક વખત હાહાકાર મચાવ્યો છે. મળતી જાણકારી પ્રમાણે સમગ્ર વિશ્વમાં એક વર્ષ દરમિયાન કોરોનાથી મરનારા લોકોની સંખ્યા 30 લાખ થઈ છે. જેમાં પણ કોરોનાના નવા વેરિયન્ટના કારણે ત્રણ જ મહિનામાં 10 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસના કારણે બ્રાઝિલની સ્થિતિ ગંભીર હોવાનુ સ્વીકાર્યું છે અને કહ્યું છે કે, દુનિયામાં સૌથી વધારે લોકો અહીંયા મોતને ભેટી રહ્યાં છે.

CORONA DEATH

બીજી તરફ ભારતમાં પણ હવે રોજ કોરોનાના એક લાખ કરતા વધારે દર્દીઓ સામે આવી રહ્યાં છે. જે અમેરિકા બાદ સૌથી વધારે છે. યુરોપના 51 દેશોમાં લગભગ 11 લાખ લોકોના મોત થઈ ચુક્યા છે. જ્યારે અમેરિકામાં 5.55 લાખ લોકો અત્યાર સુધી કોરોનાથી મોતને ભેટી ચુક્યા છે.

બીજી તરફ એક અંદાજ પ્રમાણે દુનિયામાં 37 કરોડ લોકોને અત્યાર સુધીમાં કોરોના વેક્સીન આપવામાં આવી છે. આમ છતા કોરોનાના સંક્રમણની રફતાર યથાવત છે. ખાસ કરીને જયાં રસી ઉપલબ્ધ થઈ નથી અથવા ઓછી માત્રામાં રસી ઉપલબ્ધ છે તેવા ગરીબ દેશો પર કોરાનાનું જોખમ વધી શકે છે.

કોરોના

ભારતમાં કોરોનાની લહેર વાવાઝોડાની ગતિએ આગળ વધી રહી છે અને છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ બ્રેક કોરોના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક્માં 1 લાખ 15 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે. જે કોરોના મહામારીની શરૂઆતી દૈનિક નોંધાતા કેસનો સૌથી વધુ આંકડો છે. 24 કલાકમાં દેશમાં 630 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા છે. ગત રવિવારે પણ કોરોના કેસની સંખ્યા એક લાખને પાર થઈ હતી અને આજે ફરી એક લાખને પાર કોરોના કેસ થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા એક કરોડ 27 લાખને પાર થઈ છે. દેશમાં આઠ લાખથી વધુ એક્ટિવ કેસ નોંધાયા છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33