Last Updated on April 7, 2021 by
ગુજરાતમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈને હાઇકોર્ટની ટકોર બાદ ગુજરાત સરકારે રાજ્યના 20 શહેરોમાં નાઈટ કરફ્યુ લગાવવાની જાહેરાત કરી છે. જેને લઈને રાજ્યના તમામ જિલ્લાઓનું વહીવટી તંત્ર સજ્જ થઇ રહ્યું છે અને પોલીસ તંત્ર પણ એક્શન પ્લાન તૈયાર કરી રહ્યું છે ત્યારે કચ્છ પોલીસ પણ સક્રિય થઇ ગઈ છે.
કચ્છમાં નાઈટ કરફ્યૂને લઇને પશ્ચિમ ક્ચ્છ પોલીસ પણ હરકતમાં આવી છે. એસપી સૌરભ સિંઘે જણાવ્યું કે કચ્છના ભુજ તેમજ ગાંધીધામમાં નાઈટ કરફ્યૂની અમલવારી માટે પોલીસની વિવિધ ટીમો દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે. સાથે જ ભુજમાં પ્રવેશતા મુખ્યમાર્ગો પર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે.
એસપી સૌરભ સિંઘે પ્રજાને અપીલ કરતા કહ્યું કે લોકો બિનજરૂરી કામ વિના ઘરથી બહાર નીકળશે તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. પ્રજા પોલીસને સહયોગ આપે અને કોરોનાને મ્હાત આપવામાં મદદરૂપ બને. ભુજમાં એસઆરપી, જીઆરડી, હોમગાર્ડ, ટ્રાફિક પોલીસ અને પોલીસના જવાનોને વાહનચેકિંગ સંદર્ભે તકેદારી રાખવા પણ સૂચન કરાયું છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31