Last Updated on April 7, 2021 by
સુરતના ચકચારી ઉર્વશી ચૌધરી હીટ એન્ડ રન કેસમાં સંડોવાયેલા અતુલ બેકરીના આરોપી માલિક અતુલ વેકરીયાએ આજે ઉમરા પોલીસ સમક્ષ સરન્ડર થતાં પોલીસે આરોપીના કોવિડ રીપોર્ટ કઢાવવાની તજવીજ હાથ ધરી છે.
ગઈ તા. 26મી એપ્રિલના રોજ વેસુ વિસ્તારમાં રહેતી 28 વર્ષીય યુવતિ ઉર્વશી ચૌધરી પોતાના ભાઈ સાથે ફ્રેન્કી ખાવા ગઈ હતી. જે દરમિયાન દારૂ પીધેલી હાલતમાં અતુલ બેકરીના માલિક અતુલ વેકરીયાએ બેફામ કારચલાવી મોપેડ પર બેઠેલી ઉર્વશીને હડફેટે લીધી હતી. જેનુ ગંભીર ઈજાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ.
આ કેસમાં ઉમરા પોલીસે પહેલા મોટરવ્હીકલ એક્ટની જામીન પાત્ર ગુનાની કલમ સાથે અતુલ વેકરીયાને ઈન્ચાર્જ કોર્ટમાં રજુ કરતા જામીન પર છૂટી ગયો હતો. પાછળથી ઉમરા પોલીસે સાપરાધ મનુષ્ય વધ તથા ડ્રીંક એન્ડ ડ્રાઈવની સેશન્સ ટ્રાયેબલ ગુનાની કલમો ઉમેરવા કોર્ટમાં રિપોર્ટ કર્યો હતો. જેને કોર્ટે મંજૂરી આપતા અતુલ વેકરીયાના જામીન રદ થતા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. આરોપીએ ધરપકડથી બચવા આગોતરા જામીનમાં ગતા કોર્ટે સુનાવણી 9 મેના રાખી હતી. આજે એકાએક અતુલ વેકરીયાએ ઉમરા પોલીસને શરણે હાજર થતા રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સુરતના ચકચારી ઉર્વશી ચૌધરી હીટ એન્ડ રન કેસમાં સંડોવાયેલા અતુલ બેકરીના આરોપી માલિક અતુલ વેકરીયાએ આજે ઉમરા પોલીસ સમક્ષ સરન્ડર થતાં પોલીસે આરોપીના કોવિડ રીપોર્ટ કઢાવવાની તજવીજ હાથ ધરી છે.
ગઈ તા. 26મી એપ્રિલના રોજ વેસુ વિસ્તારમાં રહેતી 28વર્ષીય યુવતિ ઉર્વશી ચૌધરી પોતાના ભાઈ સાથે ફ્રેન્કી ખાવા ગઈ હતી. જે દરમિયાન દારૂ પીધેલી હાલતમાં અતુલ બેકરીના માલિક અતુલ વેકરીયાએ બેફામ કારચલાવી મોપેડ પર બેઠેલી ઉર્વશીને હડફેટે લીધી હતી. જેનુ ગંભીર ઈજાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. આ કેસમાં ઉમરા પોલીસે પહેલા મોટરવ્હીકલ એક્ટની જામીન પાત્ર ગુનાની કલમ સાથે અતુલ વેકરીયાને ઈન્ચાર્જ કોર્ટમાં રજુ કરતા જામીન પર છૂટી ગયો હતો.
પાછળથી ઉમરા પોલીસે સાપરાધ મનુષ્ય વધ તથા ડ્રીંક એન્ડ ડ્રાઈવની સેશન્સ ટ્રાયેબલ ગુનાની કલમો ઉમેરવા કોર્ટમાં રિપોર્ટ કર્યો હતો. જેને કોર્ટે મંજૂરી આપતા અતુલ વેકરીયાના જામીન રદ થતા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. આરોપીએ ધરપકડથી બચવા આગોતરા જામીનમાં કોર્ટે સુનાવણી 9 મેના રાખી હતી. આજે એકાએક અતુલ વેકરીયાએ ઉમરા પોલીસને શરણે હાજર થતા રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31