Last Updated on April 7, 2021 by
મહારાષ્ટ્રમાં કોરોનાનો વાઈરસનો ચેપ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દરરોજ દરદી અને મૃતકની સંખ્યામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. આથી રાજ્ય સરકાર ચિંતિત છે. સરકારે રાજ્યમાં કઠોર પ્રતિબંધ મૂક્યા છે અને વીક એન્ડમાં સંપૂર્ણ લોકડાઉન મૂક્યું છે. મહારાષ્ટ્રમાં આજે કોરોનાના નવા ૫૫,૪૬૯ દરદી નોંધાયા છે અને ૨૯૭ દરદીએ જીવ ગુમાવ્યો હતો. કોરોનાના ૩૪,૨૫૬ દરદી સાજા થતાં હોસ્પિટલે ડિસ્ચાર્જ કર્યા હતા અને રાજ્યમાં આજ દિને કોરોનાના ૪ સાથ ૭૨ હજાર ૨૮૩ દરદી એક્ટિવ કેસ છે.
મુંબઈમાં સરેરાશ રોજના 10 હજાર કેસ
આ દરદીઓ રાજ્ય વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. દિલ્હી અને મુંબઈમાં હાલમાં બેડની સંખ્યાની હાલત અતિ ગંભીર છે. પુના અને નાગપુરમાં પણ આ જ સ્થિતિ છે. મુંબઈમાં સરેરાશ રોજના 10 હજાર કેસ આવી રહ્યાં છે. બીએમસીના ચાર્ટના રિપોર્ટ અનુસાર હાલમાં 5400 બેડ ખાલી પડ્યા છે. મુંબઈમાં લગભગ 17 હજાર બેડ ભરાઈ ચૂક્યા છે. અહીં માત્ર 136 બેડ ખાલી પડ્યા છે જ્યારે 51 વેન્ટિલેટર ખાલી છે. પુનામાં છેલ્લાં 15 દિવસથી જોરદાર કેસો વધ્યા છે. જેમાં હોસ્પિટલે 3 હોટલ ભાડે લીધી છે. જ્યાં 180 બેડની સુવિધા કરાઈ છે. આ હોસ્પિટલો સિવાય પુનાની સરકારી હોસ્પિટલો પણ તેજીથી ભરાઈ રહી છે.
દિલ્હીમાં પણ બેડની સ્થિતિ ખરાબ
મુંબઈની જેમ દિલ્હીની હાલત પણ અતિ ખરાબ છે. રાજધાની દિલ્હીમાં 5100 કેસો સામે આવ્યા છે. જે આંકડો પહેલાં 500ની આસપાસ પહોંચી ગયો હતો દવે દિલ્હીમાં ફટાફટ બેડ ભરાઈ રહ્યાં છે. હાલમાં 3,770 બેડ ભરાયેલા છે. જ્યારે 4,559 બેડ ખાલી છે. દિલ્હીમાં વેન્ટિલેટરની વાત કરીએ તો 903 વેન્ટિલેટરમાંથી 578 વેન્ટિલેટર ભરાયેલા છે. હવે માત્ર 325 વેન્ટિલેટર દર્દીઓ માટે બચ્યા છે.રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી દિલ્હીની કેજરીવાલ સરકાર એક્શન મોડમાં આવી છે. દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને જણાવ્યુ હતુ કે, દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસમાં બે હજાર કોવિડ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હીમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે દિલ્હી સરકાર કોઈપણ સ્થિતીને પહોંચી વળવા માટે તૈયાર છે. સત્યેન્દ્ર જૈને વધુમાં જણાવ્યુ હતુ કે, દિલ્હીમાં કોરોનાની રસી આપવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યુ છે. સરકારે હવે તમામ લોકોને રસી આપવા માટે મંજૂરી આપવી જોઈએ. દિલ્હીમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે. જેથી રસીકરણ અને ટેસ્ટિંગ પર વધારે જોર મુકવામાં આવી રહ્યુ છે.
મુંબઇમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૪ લાખ થઇ
રાજ્યના મુંબઈ સહિત પુણે, નાશિક, અહમદનગર, ઔરંગાબાદ, નાગપુર, કોલ્હાપુર વિસ્તારમાં દરદીઓની સંખ્યામાં વધારો થયો હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. મુંબઈમાં કોરોનાના નવા ૧૦,૦૩૦ દરદી નોંધાયા છે અને ૩૧ દરદીનાં મોત થયા છે. આથી શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૪ લાખ ૭૨ હજાર ૩૩૨ થઈ છે અને મરણાંકની સંખ્યા ૧૧૮૨૮ થઈ છે. આજે કોરોનાના ૭૦૧૯ દરદી સાજા થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. પરિણામે અત્યાર સુધી ૩,૮૨,૦૦૪ દરદી કોરોનાથી મુક્ત થયા છે. એટલે કોરોનાથી રિકવરીનું પ્રમાણ ૮૧ ટકા થયું છે. શહેરમાં અત્યારે ૭૭,૪૯૫ કોરોનાના એક્ટિવ કેસ છે. જ્યારે ૭૪૦ ઈમારતોને સીલ કરાઈ છે.
દેશમાં કોરોનાએ પકડી સુપરસ્પીડ
ભારતમાં કોરોનાની લહેર વાવાઝોડાની ગતિએ આગળ વધી રહી છે અને છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ બ્રેક કોરોના કેસ નોંધાયા છે..છેલ્લા 24 કલાક્માં 1 લાખ 15 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે. જે કોરોના મહામારીની શરૂઆતી દૈનિક નોંધાતા કેસનો સૌથી વધુ આંકડો છે. 24 કલાકમાં દેશમાં 630 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા છે. ગત રવિવારે પણ કોરોના કેસની સંખ્યા એક લાખને પાર થઈ હતી અને આજે ફરી એક લાખને પાર કોરોના કેસ થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા એક કરોડ 27 લાખને પાર થઈ છે. દેશમાં આઠ લાખથી વધુ એક્ટિવ કેસ નોંધાયા છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31