Last Updated on April 7, 2021 by
ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. લોકો હાલમાં દહેશતમાં છે કે સરકાર લોકડાઉન લગાવશે. જોકે, લોકડાઉન ન કરવાનો સરકારે નિર્ણય લીધો છે પણ હાઈકોર્ટના નિર્દેશ બાદ રાજ્યના 20 જિલ્લામાં આજથી કરફ્યુનો અમલ થઈ જશે. લોકડાઉન એ વીકએન્ડ પૂરતું રાખવું એક એવો મત છે. સરકાર પણ આ મતમાં છે કે 2 દિવસ પૂરતું લોકડાઉન આવે તો લોકોને હાડમારીનો સામનો ન કરવો પડે. બીજી બાબત એવી છે કે લોકડાઉન શનિવારથી બુધવાર સુધી 5 દિવસનું પણ આવી શકે છે. આ દિવસોમાં સરકાર જાહેર નહીં કરે તો પણ લોકડાઉન જેવી સ્થિતિ રહેવાની છે.
5 દિવસોમાં સરકારી ઓફિસો બંધ રહેશે
સરકારે હવે શનિવારે સરકારી ઓફિસોમાં રજા જાહેર કરી છે એટલે શનિવારે 10 તારીખ છે. રવિવારની 11મીએ જાહેર રજા, સોમવારનો દિવસ કામકાજનો છે બાદમાં 13મીએ ચેટીચંડ અને 14મીએ ડો. આંબેડકર જયંતિની જાહેર રજા છે. આમ જો 10મી 14 સુધી લોકડાઉન રાખવામાં આવે તો માત્ર એક જ દિવસ કામકાજનો સોમવારના દિવસ રહે છે. આ અંગે નિર્ણય લેવાઈ શકે તેમ છે. રૂપાણી સરકાર હાલમાં તમામ બાબતોની સમીક્ષા કરી રહી છે. સરકાર આ મામલે લોકડાઉનની જાહેરાત નહીં કરે તો પણ મીની લોકડાઉન જેવો માહોલ રહેશે કારણ કે આ 5 દિવસોમાં સરકારી ઓફિસો બંધ રહેશે.
સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેસોનો વિસ્ફોટ
અમદાવાદમાં બેકાબૂ બનતા જતા કોરોનાને કારણે સિવિલ હોસ્પિટલના તમામ રેકોર્ડ તૂટ્યા છે. મંગળવારે સિવિલમાં ઓપીડીમાં 600 જેટલા દર્દીઓ આવ્યા છે. જે પૈકી ઇમરજન્સીમાં 259 દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે. બારસો બેડની હોસ્પિટલમાં અત્યારે 887 દર્દીઓ સારવાર હેઠળ છે. બીજી તરફ બારસો બેડની હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલી મધર એન્ડ ચાઇલ્ડ કેર હોસ્પિટલ બંધ કરી તેને જૂની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જ્યારે કે મંજુશ્રી કિડની હોસ્પિટલમાં 400 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાનો કેર વધતો જોવા મળી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં કોરોનાના નવા 770 પોઝિટિવ કેસ દાખલ થયા છે. રાજકોટ, બાદ જામગર, મોરબી અને ભાવનગરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. માત્ર રાજકોટ શહેર અને જિલ્લામા જ 385 પોઝિટિવ કેસ દાખલ થયા છે. સવારથી રાજકોટની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ અને દર્દીના પરિવારજનો ઉમટી પડતા હોય છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેસોનો વિસ્ફોટ થતાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા છે. ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી કે. કૈલાશનાથન અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ સિવિલમાં પહોંચી કોવિડ કેર કમિટી સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી છે. બેઠકમાં સિવિલમાં આરોગ્યની સુવિધાઓ અંગે ચર્ચા હાથ ધરવામાં આવી છે. કોરોનાના દર્દીઓને ઓક્સિજન સહિત યોગ્ય સારવાર મળી રહે તે માટે જરૂરી તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
ગુજરાતમાં રાત્રિ કર્ફ્યૂ
ગુજરાતમાં વધતા કોરોના સંક્રમણને લઇને રાજ્યમાં કુલ 20 શહેરોમાં રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફયૂ લાગુ કરી દેવાયો છે. રાજ્યના 8 મહાનગર સહિત કુલ 20 શહેરોમાં રાત્રિ કરફયૂ લાગુ કરી દેવાયો છે. તો 30 એપ્રિલ સુધી તમામ સામાજિક મેળાવડા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે તો લગ્ન પ્રસંગમાં માત્ર 100 લોકો જ એકત્ર થઇ શકશે..તો રાજ્યમાં તમામ સરકારી કચેરીઓ શનિ અને રવિ બંધ રહેશે. જો કે ગુજરાત સરકાર દ્વારા દિવસના કરફયૂ અંગે કોઇ જાહેરાત કરાઇ નથી. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કાબૂ બહાર થઈ જતાં આખરે રાજ્ય સરકારે બુધવારે મધરાતથી અમલી બને તે રીતે રાજ્યના 20 શહેરોમાં કર્ફ્યુનો નિર્ણય જાહેર કર્યો છે. આમ, હવે લગભગ આખા ગુજરાતના શહેરી વિસ્તારોમાં રાત્રિ કર્ફ્યુ લાગી કરી દેવાયો છે. અગાઉ દિવાળીમાં કોરોનાના કેસ વધ્યા બાદ ડિસેમ્બર-જાન્યુઆરીમાં સ્થિતિ સુધરી હતી. પરંતુ રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં રેલીઓના તાયફા અને મેચમાં ભારે ભીડ ભેગી કરાતા આ દિવસો જોવાનો વારો આવ્યો છે.
દેશમાં વાવાઝોડાની ગતિએ આગળ વધતો કોરોના
ભારતમાં કોરોનાની લહેર વાવાઝોડાની ગતિએ આગળ વધી રહી છે અને છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ બ્રેક કોરોના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક્માં 1 લાખ 15 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે. જે કોરોના મહામારીની શરૂઆતી દૈનિક નોંધાતા કેસનો સૌથી વધુ આંકડો છે. 24 કલાકમાં દેશમાં 630 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા છે. ગત રવિવારે પણ કોરોના કેસની સંખ્યા એક લાખને પાર થઈ હતી અને આજે ફરી એક લાખને પાર કોરોના કેસ થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા એક કરોડ 27 લાખને પાર થઈ છે. દેશમાં આઠ લાખથી વધુ એક્ટિવ કેસ નોંધાયા છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31