Last Updated on April 7, 2021 by
અમદાવાદમાં બેકાબૂ બનતા જતા કોરોનાને કારણે સિવિલ હોસ્પિટલના તમામ રેકોર્ડ તૂટ્યા છે. મંગળવારે સિવિલમાં ઓપીડીમાં 600 જેટલા દર્દીઓ આવ્યા. જે પૈકી ઇમરજન્સીમાં 259 દર્દીઓ દાખલ કરવામાં આવ્યા. બારસો બેડની હોસ્પિટલમાં અત્યારે 887 દર્દીઓ સારવાર હેઠળ છે. બીજી તરફ બારસો બેડની હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલી મધર એન્ડ ચાઇલ્ડ કેર હોસ્પિટલ બંધ કરી તેને જૂની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે કે મંજુશ્રી કિડની હોસ્પિટલમાં 400 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
- સિવિલ હોસ્પિટલના તમામ રેકોર્ડ તૂટ્યા
- સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે ઓ.પી.ડી.માં 600 દર્દીઓ આવ્યા
- જેમાંથી ઇમરજન્સી 259 દર્દીઓ આવ્યા
- 1200 બેડ હોસ્પિટલમાં અત્યારે 887 દર્દીઓ સારવાર હેઠળ
- મંજુ શ્રી કિડની હોસ્પિટલમાં 400 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી
- કોરોના કહેર વધતા 1200 બેડ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલી મધર એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલ બંધ કરવામાં આવી
- મધર એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલ બંધ કરી જૂની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી
- 1200 બેડ હોસ્પિટલમાં બેડ વધારવા માટે પણ લેવાયો નિર્ણય
કોરોનાના કેસોનો વિસ્ફોટ થતાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેસોનો વિસ્ફોટ થતાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા છે. ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી કે. કૈલાશનાથન અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ સિવિલમાં પહોંચી કોવિડ કેર કમિટી સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી. બેઠકમાં સિવિલમાં આરોગ્યની સુવિધાઓ અંગે ચર્ચા હાથ ધરવામાં આવી. કોરોનાના દર્દીઓને ઓક્સિજન સહિત યોગ્ય સારવાર મળી રહે તે માટે જરૂરી તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
- સિવિલ હોસ્પિટલમાં કોરોના કહેર વધતા દોડધામ
- ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી કે. કૈલાસનાથન પહોંચ્યા અમદાવાદ સિવિલ હોસ્પિટલ
- કોરોના કહેર વધતા અધિકારીઓ દોડતા થયા
- સિવિલ હોસ્પિટલમાં કોવિડ કેર કમિટી સાથે અગત્યની બેઠક બોલાવી
- સિવિલ હોસ્પિટલમાં હાઈ લેવલ બેઠકનો દોર શરૂ થયો
- કોરોના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31