GSTV
Gujarat Government Advertisement

સાચવજો! હવે નવજાત બાળકોને શિકાર બનાવી રહ્યો છે કોરોના, રાજકોટમાં 20 બાળકો સારવાર હેઠળ

કોરોના

Last Updated on April 7, 2021 by

રાજકોટમાં બાળકો પણ કોરોનાથી સંક્રમિત થતાં ચિંતા વધી રહી છે. રાજકોટમાં 2 થી 7 દિવસના નવજાત બાળકોને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. હાલ સિવિલ હોસ્પિટલમાં 16 અને ખાનગી હોસ્પિટલમાં 4 બાળકો સારવાર માટે દાખલ છે.

કોરોના

રાજકોટમાં કોરોનામાં વધુ 19ના મોત ,321 કેસો !

ચૂંટણી પછી કોરોના બોમ્બનો વિસ્ફોટ થયા પછી ચેઈન રિએક્શન શરુ થયું છે અને હવે શહેરભરમાં કોરોનાના કેસો નવા નવા નહીં જોઈતા એવા વધુ સંખ્યાના રેકોર્ડ સ્થાપી રહ્યો છે. આજે રેકોર્ડબ્રેક એક દિવસમાં જ સત્તાવાર ચોપડે ૩૨૧ પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે મૃત્યુ આંક સતત વધતો જાય છે, દર કલાકે એક દર્દી અંતિમ શ્વાસ લે છે અને આજે સરકારી સૂત્રો અનુસાર કોરોના સારવાર લેતા ૧૯ દર્દીઓએ દમ તોડી દીધો છે.

શહેરના રહેવાસીઓ ઉપરાંત બહારગામના લોકો રાજકોટમાં સારવાર કારગત ન નિવડે અને મોતને ભેટે ત્યારે સ્થાનિક સ્મશાનોમાં કોરોના પ્રોટોકોલ પ્રમાણે અંતિમવિધિ કરાતી હોય છે અને આ માટે માત્ર ચાર સ્મશાનોમાં જ ઈલેક્ટ્રીક ભઠ્ઠીની સગવડ હોય અંતિમક્રિયામાં પણ વેઈટીંગ થયું છે. અગાઉ મનપાએ આ માટે કંટ્રોલરૂમ શરુ કર્યો હતો, કોરોના હવે જ્યારે ટોચ ઉપરપહોંચ્યો છે ત્યારે મહાપાલિકાએ હવે રોજના ૨૦ જેટલા શહેરના તેમજ બહારગામના થઈ દર કલાકે એકનું મૃત્યુ થતું હોય કંટ્રોલ રૂમ ફરી શરૂ કર્યો છે તેમ કમિશ્નરે જણાવી શહેરમાં હાલ પાંચ બુથ ઉપર તથા આરોગ્ય કેન્દ્ર પર યથાવત રીતે ટેસ્ટીંગ કરાતું હોવાનું જણાવ્યું હતું.

કોરોના

મનપામાં ૬ પોલીસમેન સહિત ૩૦થી ૪૦ કર્મચારીઓ કોરોના સંક્રમિત

ગંભીર વાત એ છે કે વેક્સીનેશનના પ્રથમ રાઉન્ડમાં સરકારી કર્મચારીઓને કોરોના વોરિયર્સ ગણીને તેમને અગ્રતાના ધોરણે બે ડોઝ અપાયા હતા છતાં મનપામાં ૬ પોલીસમેન સહિત ૩૦થી ૪૦ કર્મચારીઓ અને તેમાં કેટલાકના તો પરિવારજનો, બહુમાળી ભવનમાં જી.એસ.ટી.વિભાગમાં ૧૯ કર્મચારીઓ, , રાજકોટ એસટી સ્ટેન્ડના સુપરવાઈઝર સહિત ૯ કર્મચારીઓ, ઈન્ડીયન ઓવરસીઝ બેન્કના પાંચ કર્મચારીઓ, શહેર જિલ્લાની માધ્યમિક શાળાઓમાં ૧૧ શિક્ષકો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં ૧૦થી વધુ અધ્યાપકો, પી.જી.વી.સી.એલ.માં ૬થી વધુ ઈજનેરો સંક્રમિત થયા છે.

મહાપાલિકાના કે.કે.વી. ચોક પાસે ટેસ્ટીંગ બુથ પર આજે ધોમધખતા તાપમાં પણ લાં.બી કતારો જોવા મળી હતી. મનપાએ શહેરમાં ટેસ્ટીંગ બુથ વધારવાની તાતી જરૂર છે તેમજ કંટ્રોલરૂમને વધુ સજ્જ કરવાની પણ માંગ છે. તો ખાનગી હોસ્પિટલોએ ચાર્જ ચૂકવવા છતાં ટેસ્ટીંગમાં વારો નથી આવતો. આ સ્થિતિ વધુ ગંભીર થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33