Last Updated on April 7, 2021 by
દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના વધતા મહાસંકટ વચ્ચે દિલ્હી હાઇકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. હવે દિલ્હીમાં દરેક વ્યક્તિ માટે માસ્ક પહેરવુ જરૂરી છે. બુધવારે એક યાચિકાની સુનાવણી દરમિયાન અદાલતે આ નિર્દેશ આપ્યો છે. જસ્ટિસ પ્રતિભા સિંહે આદેશ આપ્યો છે કે દિલ્હીમાં તમામ માટે માસ્ક પહેરવુ ફરજિયાત છે. આદેશ અનુસાર, જો કોઇ વ્યક્તિ એકલો ગાડી ચલાવી રહ્યો છે તો તેણે પણ માસ્ક પહેરવુ પડશે.
કોર્ટે શું કહ્યું?
અદાલતનું કહેવુ છે કે જો કોઇ વાહનમાં એક જ વ્યક્તિ સવાર હોય, તે પણ એક પબ્લિક પ્લેસ જ છે. તેવામાં માસ્ક ફરજિયાત છે.
જણાવી દઇએ કે દિલ્હીમાં પાછલા કેટલાંક દિવસોથી કોરોના વાયરસનું સંકટ બેકાબૂ બની રહ્યું છે. તાજેતરમાં જ દિલ્હીમાં કુલ 5100 કોરોનાના કેસ નોંધાયા છે, જે ગત 6 મહિનામાં સૌથી મોટો આંકડો છે. આ જ કારણ છે કે દિલ્હીમાં સખતી વધી ગઇ છે.
દિલ્હીમાં નાઇટ કર્ફ્યૂ
દિલ્હી સરકારે હવે સમગ્ર એપ્રિલ મહિના માટે નાઇટ કર્ફ્યૂ લાગુ કરી દીધો છે. રાતે 10 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી દિલ્હીમાં સખતી રહેશે, કોઇ પરમિશન વિના લોકોને બહાર નીકળવાની મનાઇ છે. જો કોઇ ડ્યુટી પર જઇ રહ્યું છે, દુકાન ખોલી રહ્યું છે તો તેણે પરમિશન લેવી પડશે.
દિલ્હીમાં તેની પહેલા પણ માસ્ક પહેરવાને લઇને સખત નિયમો લાગુ કરવામાં આવ્યા હતા. માસ્ક ન પહેરનારના ચાલાન કાપવામાં આવ્યા હતા. જ્યારે ગાડીમાં પણ માસ્કનું ચેકિંગ થઇ રહ્યું હતુ. જો કે લોકડાઉન હટ્યા બાદ લોકોમાં માસ્ક પ્રત્યે બેદરકારી જોવા મળી છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31