GSTV
Gujarat Government Advertisement

સાચવજો/ કોરોનાનો નવો સ્ટ્રેન કે પછી કોરોનાના જનીનમાં બદલાવ, રસી લીધા બાદ લોકો આવી રહ્યાં છો પોઝિટીવ

કોરોના

Last Updated on April 7, 2021 by

કોરોનાથી રક્ષણ મેળવવા લોકો રસી લઇ રહ્યાં છે પણ હવે ચિંતાનો વિષય એ છેકે, કોરોનાની રસીના બે ડોઝ લીધાં પછી ય લોકો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યાં છે. તબીબોએ એવી દહેશત વ્યક્ત કરી છેકે, કાં તો કોરોનાના નવોે સ્ટ્રેન હોય આૃથવા તો કોરોનાની જનિનમાં બદલાવ થયો હોય. આ કારણોસર બીજે મેડિકલ કોલેજે પૂણે સિૃથત નેશનલ ઇન્સ્ટિયુટ ઓફ વાયરોલોજી માં સેમ્પલ મોકલ્યાં છે. આ સેમ્પલના જિનોમ એનાલિસિસ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.

કોરોના

કોરોનાની રસીના બે ડોઝ લીધા પછી ય લોકો કોરોનાનો શિકાર બન્યા

ગુજરાતમાં ફરી કોરોનાએ કહેર મચાવ્યો છે. કોરોનાના કેસોનો આંકડો ત્રણ હજારને પાર કરી ચૂક્યો છે. કોરોનાના વધતાં કહેર વચ્ચે રસીકરણ પૂરજોશમાં ચાલી રહ્યુ છે. અત્યારે એવા કિસ્સાં ધ્યાને આવ્યાં છેકે, કોરોનાની રસીના બે ડોઝ લીધા પછી ય લોકો કોરોનાનો શિકાર બની રહ્યાં છે.

બીજે મેડિકલ કોલેજેના ડીન ડો.પ્રણવ શાહે જણાવ્યું કે, બે ડૉક્ટરો ઉપરાંત અન્ય એક વ્યક્તિએ રસીના બંને ડોઝ લીધા પછી તેઓ કોરોનાના સંક્રમણમાં સપડાયા હતાં. કુલ મળીને ચાર સેમ્પલ પૂણે સિૃથત નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજીમાં મોકલાયાં છે. દિવાળી પછી કેટલાંક દર્દીઓના સેમ્પલની તપાસ કરતાં એવુ જાણવા મળ્યુ કે, કોરોનાના વાયરસમાં ત્રણ જનિન પૈકી એસ નામના જનિનની ગેરહાજરી જોવા મળી છે.

કોરોના

કોરોનાનો નવો સ્ટ્રેન કે પછી કોરોનાના જનીનમાં બદલાવ

આ દર્દીઓ કોરોના પોઝિટીવ હતાં. આ દર્દીઓના સેમ્પલ પણ નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજીમાં મોકલી અપાયાં છે. કોરોનાનો નવો સ્ટ્રેન છે કે, કોરોનાના જનિનની સિકવન્સમાં બદલાવ થયો છે કે કેમ તે અંગે અત્યારે કહી શકાય તેમ નથી. જિનોમ એનાલિસિસના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.

બોપલમાં રહેતાં દેવલ મોદી અને તેમના પત્નિ દિપાલી મોદી કે જેમણે તા.6 ડિસેમ્બરે સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના રસીના ટ્રાયલ વખતે રસી લીધી હતી. રસીના બંને ડોઝ લીધાં હતાં અને ત્રણ મહિના સુધી નિયમિત ચેકઅપ કરાયુ હતુ તેમ છતાંય ચાર મહિનાના અંતે બંનેને કોરોના પોઝિટીવ થયો હતો.

આ ઘટનાની જાણ થતાં સોલા સિવિલ હોસ્પિટલના તબીબોની ટીમે સેમ્પલ લઇને પૂણે મોકલ્યાં છે. પાલડીના રહીશ 41 વર્ષિય પ્રશાંત સાગર જોશીએ પણ રસીના બંને ડોઝ લીધા બાદ તેઓ પણ અત્યારે કોરોનાનો શિકાર બન્યાં છે. આમ, કોરોનાની રસી લીધા બાદ પણ વ્યક્તિને કોરોના થતાં તબીબોએ ચિંતા વ્યક્ત કરી છે.

કોરોના

બીજે મેડિકલ કોલેજમાં RT-PCR ટેસ્ટની સંખ્યા ત્રણ ગણી વધી

થોડાક દિવસો પહેલાં બીજે મેડિકલ કોલેજમાં રોજમાં સરેરાશ 500-600 આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવતાં હતાં. પણ ફરી ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવી છે ત્યારે બીજે મેડિકલ કોલેજમાં આરટી-પીસીઆર ટેસ્ટના સેમ્પલમાં વધારો થયો છે.

ડૉક્ટરોનું કહેવું છેકે, આરટી-પીસીઆર ટેસ્ટના સેમ્પલમાં ત્રણ ગણો વધારો થયો છે. અત્યારે રોજ 1600-1700 સેમ્પલ આવી રહ્યાં છે. સિવિલ,કિડની ઇન્સ્ટિટયુટ અને યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટિટયુટના દર્દીઓના સેમ્પલ પણ બીજે મેડિકલ કોલેજમાં આવે છે. કુલ સેમ્પલ પૈકી 20 ટકામાં પોઝીટીવ હોવાનુ જોવા મળ્યુ છે.

ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ માટે બે-ત્રણ દિવસનું વેઇટિંગ

કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે ખાનગી લેબોેરેટરીઓમાં ય કોરોનાના ટેસ્ટ માટે બેથી ત્રણ દિવસનું વેઇટીંગ ચાલી રહ્યુ છે.ખાનગી લેબોરેટરીમાં ય દર્દીઓની સરખામણીમાં વિમાનમાં મુસાફરી કરનારાંના ટેસ્ટના સેમ્પલ વધુ હોવાનુ જાણવા મળ્યુ છે. એટલું જ નહીં,લેબમાં ટેસ્ટનું ભારણ વધતાં હવે હોમ કલેક્શન પણ બંધ કરી દેવાયું છે. અત્યારે ખાનગી લેબમાં વેઇટીંગ હોવાથી દર્દીઓનું સમયસર નિદાન થઇ શકતુ નથી જેના કારણે ડૉક્ટરો સારવારમાં વિલંબ કરતાં હોવાની પણ ફરિયાદો ઉઠી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33