GSTV
Gujarat Government Advertisement

અમદાવાદમાં કોરોના સંક્રમણની કાબૂ બહાર જઈ રહેલી સ્થિતિ: એક જ દિવસમાં કોરોનાના 798 કેસ, 7નાં મોત

કોરોના

Last Updated on April 7, 2021 by

અમદાવાદ શહેરમાં કોરોના સતત વધી રહેલા કોરોના કેસની વચ્ચે કોરોના સંક્રમણની સ્થિતિ કાબૂ બહાર જઈ રહી હોવાનું દેખાઈ આવે છે.મંગળવારે શહેરમાં કોરોનાના નવા 798 કેસ નોંધાયા છે.ઉપરાંત સાત લોકોના મોત થયા છે.ચિંતાજનક બાબત એ છે કે,શહેરમાં કોરોનાના કેસ વધવાની સાથે મોતના આંકમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.ચિંતાજનક બનતી પરિસ્થિતિની વચ્ચે શહેરમાં કોરોનાના એકિટવ કેસની સંખ્યા પણ વધીને 2241 ઉપર પહોંચી છે. શહેરમાં મંગળવારે કોરોનાના વિક્રમજનક 798 કેસ નોંધાતા ગત માર્ચથી અત્યાર સુધીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં કુલ 72519 કેસ નોંધાઈ ગયા છે.

મંગળવારે 443 દર્દીઓ સાજા થતા અત્યારસુધીમાં શહેરમાં કુલ મળીને 67603 લોકો કોરોનાથી મુકત થયા છે.અમદાવાદ શહેરમાં મંગળવારે વધુ સાત દર્દીઓના મોત થતા ગત માર્ચથી અત્યાર સુધીમાં શહેરમાં કુલ મળીને કોરોના સંક્રમિત થવાથી કુલ 2327 લોકોના મરણ થવા પામ્યા છે.શહેરમાં સોમવારે કોરોનાના કુલ 773 કેસ નોંધાયા હતા.ઉપરાંત છ લોકોના મોત થયા હતા.

એકિટવ કેસની સંખ્યા 1929 હતી.આમ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસની સંખ્યા વધવાની સાથે મરણ અને એકિટવ કેસની સંખ્યામાં પણ સતત વધારો થયેલો જોવા મળી રહ્યો છે. સતત વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે શહેરના નદીપાર આવેલા વિસ્તારોમાં સવારથી જ લોકો કોરોના ટેસ્ટ માટે લાંબી લાઈન લગાવીને ઉભા રહેલા નજરે પડે છે.

કોરોના

મ્યુનિ.ની કોવિડ કોઓર્ડિનેટર યોજનાનું સૂરસૂરિયું?

અમદાવાદ શહેરમાં ગત વર્ષે કોરોના સંક્રમણમાં વધારો થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એપડેમિક એકટની જોગવાઈઓ હેઠળ શહેરની દરેક સોસાયટીઓ,રહેણાંક સ્કીમો ઉપરાંત શૈક્ષણિક સંસ્થાનોમાં એક કોવિડ કોઓર્ડિનેટરની નિમણૂંક કરવા ઉપર ભાર મુકતુ જાહેરનામુ બહાર પાડયુ હતું.

આ જાહેરનામાનો આ વર્ષે કોરોનાના સતત વધી રહેલા કેસની સંખ્યા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કયાંય અમલ કરવામાં આવતો હોય એમ જોવા મળતું નથી.મ્યુનિ.તંત્ર તરફથી કોવિડ કોઓર્ડિનેટરની નિમણૂંક અંગેનું પાલન કરાવવામાં આવ્યુ હોત તો આઈ.આઈ.એમ.એ ખાતે જે પ્રમાણે વિદ્યાર્થીઓ દ્વારા કોવિડ પોઝિટિવ હોવાની બાબત છુપાવવામાં આવી એ સમયસર બહાર આવી શકી હોત અને મોટી સંખ્યામાં કેસ નોંધાતા અટકાવી શકાયા હોત એમ મ્યુનિ.ના સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

આઈ.આઈ.એમ.એ.માં કોરોના સંક્રમણ યથાવત

શહેરના પ્રતિષ્ઠીત શૈક્ષણિક સંસ્થાન આઈ.આઈ.એમ.એ.માં કોરોના સંક્રમણ યથાવત રહેવા પામ્યું છે.આધારભૂતસૂત્રોમાંથી મળતી માહીતી મુજબ,આઈ.આઈ.એમ.ખાતે માર્ચની બારમી તારીખથી અત્યાર સુધીમાં 135થી પણ વધુ કેસ નોંધાવા પામ્યા છે.આઈ.આઈ.એમ.ખાતે માસ્ક ફરજીયાત કરવા ઉપરાંત થર્મલગનથી તપાસ ઉપરાંત સેનિટાઈઝેશન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.

22433 લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી

મંગળવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલો ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટર તેમજ સરકારી અને ખાનગી હોસ્પિટલો ઉપરથી કુલ મળીને 22433 લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી.રસી લેનારાઓમાં 11908 પુરૂષ ઉપરાંત 10525 મહિલાઓ અને 45 વર્ષથી વધુની ઉંમરના અને કોમોર્બિડ એવા કુલ 1452ર્લોકોએ રસી લીધી હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33