GSTV
Gujarat Government Advertisement

મહામારી/ યુકેનો ઘાતક કોરોના વેરિએન્ટ સમગ્ર અમેરિકામાં ફેલાઇ જતા ફફડાટ, સ્થિતિ બનશે બેકાબૂ

કોરોના

Last Updated on April 7, 2021 by

યુકેમાં સૌ પ્રથમ દેખા દેનારા કોરોનાના ઘાતક વેરીઅન્ટ બી.1.1.7ના યુએસએના તમામ 50 રાજ્યોમાં ફેલાઇ જવાને કારણે તેના 15,000 કરતાં વધારે કેસો નોંધાયા છે. અમેરિકા કોરોના મહામારી સામે લડતાં થાકી ગયું હશે પણ કોરોના વાઇરસ હજી થાક્યો નથી તેમ મિનેસોટા યુનિવર્સિટીના સેન્ટર ફોર ઇન્ફેક્શિયસ ડિસિઝ રિસર્ચ એન્ડ પોલિસીના ડાયરેકટર ડો. માઇકલ ઓસ્ટરહોમે જણાવ્યું હતું.

કોરોના

યુએસમાં તમામ અમેરિકનોને કોરોનાની રસી આપવા માટે હોડ જામી

તેમણે સીએનએનના એરીન બર્નેટને જણાવ્યું હતું કે યુએસમાં તમામ અમેરિકનોને કોરોનાની રસી આપવા માટે હોડ જામી છે, આ રસી વેરીઅન્ટ સામે અસરકારક પણ છે પણ મોટી ચિંતા એ છે કે યુએસ આ રસી એટલી ઝડપથી નહીં આપી શકે જેનાથી નવા મોજાને અટકાવી શકાય. હાલ જે ઝડપે રસી મુકવામાં આવી રહી છે તે જોતાંછથી દસ સપ્તાહમાં રસી મુકી શકાય તેમ નથી અને તે દરમ્યાન કોરોનાનું નવું મોજું આવી શકે છે. હાલ અમેરિકામાં દુનિયાની સરેરાશ કરતાં પાંચ ગણી ઝડપે કોરોનાની રસી મુકવામાં આવી રહી છે છતાં માત્ર 40 ટકા અમેરિકનોને જ રસી મુકી શકાઇ છે. ઓછી આવક ધરાવતાં દેશોમાં વેરીઅન્ટને કારણે સ્થિતિ કાબૂ બહાર જઇ શકે છે.

કોરોના

મક્કામાં માત્ર રસી મુકાવનારાઓ જ રમઝાનમાં હજ કરી શકશે

બીજી તરફ સાઉદી સરકારે જણાવ્યું હતું કે જે લોકોએ કોરોનાની રસી મુકાવી હશે તેમને જ ઉમરાની યાત્રા-મક્કાની યાત્રા કરવા દેવાની પરવાનગી આપવામાં આવશે.હજથી ઉલટું ઉમરાની નાની યાત્રા વર્ષમાં ગમે ત્યારે કરી શકાય છે.

મદિનામાં હઝરત પયંગબરની મસ્જિદમાં પ્રવેશ કરવા માટે પણ આ જ શરત લાગુ પડશે. આ નવી પોલીસી રમઝાન મહિનાની શરૂઆતથી લાગુ પાડવામાં આવશે. સાઉદીમાં 3,93,000 લોકોને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે અને કોરોનાના કારણે 6700 જણાના મોત થયા છે.

ફ્રાન્સમાં પ્રમુખ મેક્રોને આકરાં નિયંત્રણો લાદ્યા બાદ ઘણાં સરકારી પ્રધાનો પારિસમાં કોરોનાના નિયમનોને તડકે મુકીને વૈભવી ડિનરો માણતાં હોય તેવા વિડિયો વાઇરલ થતાં સત્તાવાળાઓએ આ મામલે તપાસ હાથ ધરી છે. વિડિયોમાં ધનિક મહેમાનો પારિસમાં ગુપ્ત ડિનર પાર્ટી માણતાં જોવા મળે છે તેઓ તથા તેમનો સ્ટાફ પણ માસ્ક પહેર્યા વિના જ ફરતાં દેખાય છે.

કોરોના

ઓસ્ટ્રેલિયાની સરહદ ન્યુઝીલેન્ડ માટે ગયા ઓક્ટોબરથી ખુલ્લી છે પણ ઓકલેન્ડમાં વચ્ચે કોરોનાના કેસો નોંધાયા ત્યારે તે સસ્પેન્ડ કરવામાં આવી હતી. હવે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેેન્ડ 19 એપ્રિલની મધરાતથી ક્વોરન્ટાઇન મુક્ત ટ્રાવેલ બબલ શરૂ કરવા માટે સંમત થયા છે.

આ ટ્રાવેલ બબલ શરૂ થવાને કારણે પ્રવાસનને વેગ મળશે અને જે પરિવારો કડક સરહદી નિયંત્રણોને કારણે વિખૂટા પડેલા છે તેમને એક થવાની તક મળશે. બીજી તરફ ઉત્તર કોરિયાએ કોરોના મહામારીને કારણે ટોકિયો ઓલિમ્પિકસમાં ભાગ લેવાની ના પાડી દીધી છે.

બીજી તરફ પાકિસ્તાને 80 કરતાં વધારે ઉંમર ધરાવતાં લોકોને ઘેર જઇને કોરોનાની રસી આપવાનું જાહેર કર્યું છે. દરમ્યાન આજે કોરોનાના નવા 2,23,657 કેસ નોંધાતા કુલ કેસોની સંખ્યા 132,655,884 થઇ હતી જ્યારે આજે 4342 જણાના મોત થતાં કોરોનાનો કુલ મરણાંક 28,77,753 થયો હતો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33