GSTV
Gujarat Government Advertisement

22 જવાનો શહીદ, દેશભરમાં શોક અને આક્રોશની લાગણી

Last Updated on April 6, 2021 by

છત્તીગઢના બીજાપુરમાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચેની અથડામણમાં 22 જવાનો શહીદ થયા બાદ દેશભરમાં શોક અને આક્રોશની લાગણી છે.

હુમલા દરમિયાન લાપતા થયેલો એક જવાન નક્સલીઓના કબ્જામાં છે.જેમની ઓળખ રાકેશ્વરસિંહ મન્હાસ તરીકે થઈ છે.આ જવાન સીઆરપીએફમાં ફરજ બજાવે છે.નક્સલીઓનુ કહેવુ છે કે આ જવાનને હજી સુધી અમે કોઈ નુકસાન પહોંચાડ્યુ નથી.

નક્સલ અંકલ પ્લીઝ તમે મારા પપ્પાને ઘરે મોકલી દો

જોકે રાકેશ્વરસિંહની પાંચ વર્ષની પુત્રીએ નક્સલવાદીઓને હૃદયસ્પર્શી અપીલ કરીને તેમને ઘરે પાછા મોકલવા માટે મેસેજ આપ્યો છે.પાંચ વર્ષની બાળકી કહેતા સંભળાય છે કે, હું મારા પપ્પાને બહુ પ્રેમ કરુ છુ , નક્સલ અંકલ પ્લીઝ તમે મારા પપ્પાને ઘરે મોકલી દો.

પાંચ વર્ષની બાળકીનું આક્રન્દ

પાંચ વર્ષની બાળકી રાઘવી આવુ કહેતા કહેતા પણ રડી પડી હતી.જવાન રાકેશ્વરસિંહની છેલ્લે પોતાની પત્ની સાથે પાંચ દિવસ અગાઉ વાત થઈ હતી.તે વખતે તેમણે પત્નીને કહ્યુ હતુ કે, હું ઓપરેશન પર જઈ રહ્યો છું અને પાછો આવીને કોલ કરીશ.જોકે તેમનો ફોન આવ્યો નહોતો.રાકેશ્વરસિંહના સાથીએ તેમની પત્નીને નક્સલવાદીઓના કબ્જામાં હોવાની જાણ કરી હતી.

એ પછી રાકેશ્વરસિંહના પત્નીએ પીએમ મોદીને પણ અપીલ કરી છે કે, મારા પતિ જો સુરક્ષિત છે તો તેમને પાછા લાવી આપો.જે રીતે પાયલોટ અભિનંદનને તમે પાછા લાવ્યા હતા તે જ રીતે મારા પતિને પણ લાવી આપો.

ALSO READ

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 19/11 10:32

Post at 5:02 PM

Post at 4:30