Last Updated on April 6, 2021 by
અમદાવાદમાં કોરોના વિસ્ફોટ વચ્ચે ગુજરાત યુનિવર્સિટી અને GTU ના સત્તાધીશોની બેદરકારી સામે આવી છે. ગુજરાત યુનિવર્સિટીએ 12 એપ્રિલથી બીએ, બીકોમ, બીએસસી, બીએડ અને બીસીએની સેમેસ્ટર 1ની ઓફલાઇન પરીક્ષા લેવાની જાહેરાત કરી છે. જ્યારે જીટીયુએ 16 એપ્રિલથી બીઇ, બીટેક, બીફાર્મ, ડી ફાર્મ, ડિપ્લોમા એન્જિનિયરના સેમેસ્ટર 1ની ઓફલાઇન પરીક્ષા યોજવાનો નિર્ણય કર્યો છે.
એવામાં યુનિવર્સિટીના આ નિર્ણય સામે વિદ્યાર્થીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ઓફલાઇન પરીક્ષા સ્થગિત રાખવા વિદ્યાર્થીઓએ માંગ કરી છે. ઓફલાઇન પરીક્ષા રદ્દ કરીને ઓનલાઇન પરીક્ષા યોજવા NSUI અને વિદ્યાર્થીઓની માંગ છે.
જો કોરોના વિસ્ફોટ વચ્ચે ઓફલાઇન પરીક્ષા યોજાશે તો NSUI એ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. વિદ્યાર્થીઓના વિરોધ અને બદલાતી પરિસ્થિતિને લઈને ગુજરાત યુનિવર્સિટી પરીક્ષાને લઈ પુનઃવિચારણા કરશે. આ અંગે ગુજરાત યુનિવર્સિટીએ આવતી કાલે પરીક્ષાના આયોજન અંગે બેઠક બોલાવી છે.
12 એપ્રિલથી ગુજરાત યુનિવર્સીટીની વિવિધ વિદ્યાશાખાની પરીક્ષા યોજવી કે નહીં તે આવતી કાલે નિર્ણય લેવાશે. આ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાશે. પરીક્ષા પાછળ ખસેડવા અંગે આવતી કાલે નિર્ણય લેવાઈ શકે છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31