GSTV
Gujarat Government Advertisement

કોરોના રિપોર્ટમાં ઘોર બેદરકારી : રાજ્યમાં ફરી રેપીડ એન્ટીજન ટેસ્ટ સામે સવાલ, વ્યક્તિનો અર્બનમાં રિપોર્ટ પોઝિટિવ તો ખાનગી લેબમાં નેગેટિવ

Last Updated on April 6, 2021 by

વડોદરામાં કરવામાં આવતા રેપીડ એન્ટીજન ટેસ્ટ પર સવાલ ઉઠાવવામાં આવ્યાં છે. પ્રકાશ પ્રજાપતિ નામના શખ્સે શહેરના અકોટા અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોનાનો રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો. જ્યાર બાદ ખાનગી લેબમાં કોરોનાનો રિપોર્ટ કરવામાં આવતા આ રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો. જ્યારે આજે ફરી વાર કોરોનાનો ટેસ્ટ કરવામાં આવતા તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યારે સરકાર દ્વારા કરવામાં આવતા એન્ટીજન ટેસ્ટ પર ફરી વાર સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે.

રેપીડ એન્ટીજન ટેસ્ટમાં આવે છે અનેકો વખત ગરબડ

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસો વચ્ચે જનતા લાગે છે કે, હવે જાગૃત થઇ છે. કારણ કે રાજ્યમાં સૌથી વધારે સંક્રમણ સુરત અને અમદાવાદમાં વધુ જોવા મળી રહ્યું છે. ત્યારે હવે કોરોનાના ટેસ્ટ માટેના લાગેલા ડોમની બહાર લાંબી લાઇનો જોવા મળી રહી છે. મહાનગરોમાં કોરોના ટેસ્ટ માટેના ડોમની બહાર લાગેલી લાંબી લાઇનો જ એ દર્શાવે છે કે, રાજ્યમાં કોરોનાએ ફરી વખત કેટલી ભયાનક સ્થિતિ સર્જી છે. જો કે, રેપીડ એન્ટીજન ટેસ્ટમાં ક્યારેક મોટી ગરબડ પણ જોવા મળતી હોય છે. અનેક વાર એવાં કેસ સામે આવ્યાં છે કે, જેમાં કોઇ વ્યક્તિએ અર્બન કે કોરોનાના ટેસ્ટ માટેના ડોમમાં રેપીડ ટેસ્ટ કરાવ્યો હોય અને એ જ ટેસ્ટ જ્યારે ખાનગી લેબોરેટરીમાં કરાવ્યો હોય ત્યારે તેના રિપોર્ટ અલગ-અલગ આવ્યાં હોય. ત્યારે રાજ્યમાં એવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

અમદાવાદમાં કોરોનાના ટેસ્ટિંગ ડોમ બહાર જોવા મળી લાંબી લાઇનો

મહત્વનું છે કે, અમદાવાદમાં કોરોના વિસ્ફોટના વચ્ચે હવે લોકોમાં કોરોના ટેસ્ટ માટે જાગૃતિ જોવા મળી છે. કોરોનાના ટેસ્ટ માટેના ડોમની બહાર લાંબી લાંબી કતાર જોવા મળે છે. વહેલી સવારથી જ લોકો કોરોનાના ટેસ્ટ માટે લાઈનો લગાવીને ઉભા રહેતા જોવા મળે છે. લોકોની લાગેલી લાંબી લાઈન જ કહી આપે છે કે, અમદાવાદની વર્તમાન સ્થિતિ કેટલી ભયાનક છે.

કોરોના રસી ન લીધી હોય તો પણ લોકોને આવી રહ્યાં છે રસી લીધાના મેસેજ

ઉલ્લેખનીય છે કે, બીજી બાજુ કોરોના રસીકરણની કામગીરીમાં પણ તંત્રની લાલીયાવાડી સામે આવી છે. મહિસાગર જિલ્લામાં રસી લીધી ન હોવા છતાં પણ રસી લીધાના મેસેજ આવતા લોકો અસમંજસમાં મુકાયા છે. બે ડોઝ લીધા બાદ હિરાભાઈ બારિયાના મોબાઈલમાં પાંચ એપ્રિલે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોવાનો મેસેજ આવ્યો છે.જ્યારે તેમના પત્નીએ વેક્સિન લીધી ન હોવા છતાં રસી લીધાનો મેસેજ આવ્યો હતો. રસીકરણના કામમાં રોકાયેલા કર્મચારીઓ એક જ જગ્યાએ બેસી રસી મુકી હોવાની એન્ટ્રી કરતા હોવાનો અંદાજ છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33