GSTV
Gujarat Government Advertisement

Big News : હાઇકોર્ટની ટકોર બાદ CM રૂપાણીનું મોટું નિવેદન, આજે કોર કમિટિની બેઠક બાદ લેવાશે યોગ્ય નિર્ણય

Last Updated on April 6, 2021 by

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના કેસ વચ્ચે સીએમ રૂપાણીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે રાજ્યના મુખ્યપ્રધાન સુરતની મુલાકાતે પહોંચ્યા હતાં. જ્યાં તેમણે સુરતમાં વધી રહેલા કેસની સ્થિતિ અંગે સમીક્ષા કરી. જ્યાર બાદ સીએમ રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું કે, ‘રાજ્યમાં કોરોના સંક્રમણ વધ્યું છે પરંતુ કોરોના સંક્રમણથી ગભરાવાની જરૂર નથી. રાજ્યમાં વેક્સિનેશન વધારવામાં આવ્યું છે. એક વર્ષથી કોરોના સાથે સંઘર્ષ ચાલુ છે. રાજ્યમાં કોરોનાનો ચેપી રોગનો વ્યાપ વધ્યો છે. ગુજરાતમાં ટેસ્ટિંગ પણ વધારવામાં આવ્યું છે. રાજ્યના 60 ટકા કેસ મહાનગરોમાં છે. રાજ્યમાં કોરોનાના કેસમાં હજુ પણ વધારો થશે.’

વધુમાં તેમણે જણાવ્યું કે, ‘છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ 3 હજારથી વધારે નવા કેસો આવી રહ્યા છે. પરંતુ લોકોએ કોરોના સંક્રમણથી ડરવાની જરૂર નથી. હાલમાં ટેસ્ટિંગ અને ટ્રેસિંગમાં વધારો કર્યો છે એટલે નવા કેસોમાં વધારો આવશે. પરંતુ લોકોએ સાવધાન જરૂર રહેવું પડશે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી છે.’ આ સાથે જ CM એ લોકોને કોરોના ગાઇડલાઇનના પાલનની ટકોર કરી છે.’

સુરતમાં 800 બેડ અને 300 વેન્ટિલેટરની સુવિધાઓ ઉભી કરાશે

વધુમાં CM એ જણાવ્યું કે, ‘ગુજરાતમાં કોરોના ગાઈડલાઈનનું લોકોએ સાવધાન થઈને પાલન કરવાનું રહેશે. સંજીવની રથ પણ ચાલુ કરી દીધા છે. સુરતમાં કોરોનાની સ્થિતિને લઈને નવા વેન્ટિલેટર સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે. રસીકરણની કામગીરી પણ ઝડપી કરી દીધી છે. સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા વધારવામાં આવશે. દર્દીઓને રખડવાની જરૂર ના પડે તે માટે હોસ્પિટલમાં રસીનો ડોઝ મળતો રહેશે. સુરતમાં 800 બેડ અને 300 વેન્ટિલેટરની સુવિધાઓ ઉભી કરાશે.’

સરકારની કોર કમિટિ આજે ચર્ચા કરશે

કોરોના સંક્રમણને લઇને હાઇકોર્ટે આપેલા આદેશને લઇ CM એ જણાવ્યુ કે, ‘હાઇકોર્ટના એડવોકેટ જનરલના રિપોર્ટ બાદ સરકારની કોર કમિટિ આજે ચર્ચા કરશે.’ ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે જેને લઇને ગુજરાત હાઇકોર્ટે સરકારને આગામી 3 કે 4 દિવસ લોકડાઉન લગાવવાના નિર્દેશ કર્યો છે. રાજ્યમાં દિવસે ને દિવસે સ્થિતિ વણસી રહી છે જેનું હાઇકોર્ટે અવલોકન કર્યુ છે.રાજ્યમાં કોરોનાની સ્થિતિ સ્ફોટક બની રહી છે. રાજ્યમાં કોરોનાના કેસ રોજ નવા રેકોર્ડ તોડી રહ્યાં છે ત્યારે ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં લોકડાઉનની જરૂર પડે તેવી સ્થિત હોવાનું અવલોકન કર્યું છે. આ ઉપરાંત રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવાનો પણ આદેશ કર્યો છે.

ગુજરાતમાં 3થી 4 દિવસનું લોકડાઉન લગાવવા હાઇકોર્ટે રૂપાણી સરકારને આપ્યા આદેશ

ગુજરાત ફરતે કોરોનાના દિવસેને દિવસે પોતાનો ભરડો મજબૂત કરી રહ્યું છે અને દૈનિક કેસ સતત નવી સપાટી વટાવી રહ્યા છે. હવે રાજ્યમાં કોરોનાએ પ્રથમવાર ૩ હજારની સપાટી વટાવી છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં રેકોર્ડ ૩,૧૬૦ કેસ નોંધાયા છે જ્યારે સુરતમાંથી ૭, અમદાવાદમાંથી ૬, ભાવનગર-વડોદરામાંથી ૧-૧ એમ ૧૫ના મૃત્યુ થયા છે. રાજ્યમાં ૯ ઓક્ટોબર એટલે કે ૧૭૮ દિવસમાં પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૧૬ હજારને પાર થયો છે. હાલમાં ૧૬,૨૫૨ એક્ટિવ કેસ છે જ્યારે ૧૬૭ દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૩,૨૧,૫૯૮ જ્યારે કુલ મરણાંક ૪,૫૮૧ છે. આ પૈકી એપ્રિલના પાંચ દિવસમાં જ ૧૩,૯૦૦ કેસ નોંધાયા છે જ્યારે ૬૬ના મૃત્યુ થયા છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33