GSTV
Gujarat Government Advertisement

ઉતાવળીયો નિર્ણય: ગુજરાત ભાજપ કેન્દ્રના ભાજપ કરતા 1 વર્ષ આગળ નિકળી ગયું, પ્રદેશ ભાજપે સ્થાપના દિવસમાં ભાંગરો વાટ્યો

Last Updated on April 6, 2021 by

બીજેપીનો આજે સ્થાપના દિન છે. જેની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. 41મો સ્થાપના દિન છે. પરંતુ પ્રદેશ બીજેપી જાણે કે એક વર્ષ આગળ ચાલતું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે પ્રદેશ બીજેપીનો આઇટી સેલના કહેવા મુજબ 42મો સ્થાપના દિન છે.

રાષ્ટ્રીય બીજેપી દ્વારા પીએમ મોદીના પોસ્ટર સાથે પોસ્ટ શેર કરી છે, જેમાં 41 મો સ્થાપના દિન કહેવામાં આવે છે, પરંતુ પ્રદેશ બીજેપી 42 મો સ્થાપના દિન કહી રહ્યું છે. હદ તો ત્યારે થઈ રહી છે કે ફોટો કેપશન માં 41 મો સ્થાપના દિન કહેવામાં આવે છે પરંતુ પોસ્ટમાં 42 માં સ્થપના દિનના પોસ્ટર બનાવી પોસ્ટ કરવામાં આવી રહ્યા છે એટલે કે સંકલનના અભાવ સાથે પોસ્ટ કરવામાં આવી રહી છે. આમ પોસ્ટ જોઈને જોનારા કન્ફ્યુઝ થઈ રહ્યા છે કે ખરેખર 41 મો સ્થાપના દિન છે કે 42 મો સ્થાપના દિન છે ? સાથે જ સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે રાષ્ટ્રીય બીજેપીનું આઇટી સેલ સાચું કે પછી પ્રદેશ બીજેપી આઇટી સેલ ?

આઇટી સેલ સમયાંતરે આ રીતે ભાંગરો વાટતું રહે છે. થોડા સમય અગાઉ જ ટ્વીટ બેન્ક બનાવી ભાજપ દ્વારા તત્કાલીન AMC કમિશનર વિરુદ્ધ પોસ્ટ વાઇરલ કરી હતી, સાથે મીડિયાને પણ ટાર્ગેટ કરતી એક જ સરખી પોસ્ટ શેર કરવામાં આવી હતી. એટલે કે જેમ ઝુંડમાં પોસ્ટ વાઇરલ કરી દીધી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33