GSTV
Gujarat Government Advertisement

કોરોનાનો ફફડાટ: આણંદના આ ગામમાં જાહેર કર્યું લોકડાઉન, બપોરના 12થી સાંજના 6 વાગ્યા સુધી રહેશે પ્રતિબંધો

Last Updated on April 6, 2021 by

આણંદમાં વધતા જતા કોરોના સંક્રમણને પગલે આણંદ જિલ્લાના વધુ એક ગામ બોદાલ બાદ દાવોલમાં પણ લોકડાઉન જાહેર કરાયું છે. બોરસદના દાવોલમાં બપોરે 12 થી સવારના 6 વાગ્યા સુધી લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનુ છે કે કોરોનાના કેસમાં વધારો થતા એક બાદ એક ગામોમાં લોકડાઉનના નિર્ણય લેવાઈ રહ્યા છે.

રાજ્યમાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે જેને લઇને ગુજરાત હાઇકોર્ટે સરકારને આગામી 3 કે 4 દિવસ લોકડાઉન લગાવવાના નિર્દેશ કર્યો છે. રાજ્યમાં દિવસે ને દિવસે સ્થિતિ વણસી રહી છે જેનું હાઇકોર્ટે અવલોકન કર્યુ છે.

ગુજરાત ફરતે કોરોનાના દિવસેને દિવસે પોતાનો ભરડો મજબૂત કરી રહ્યું છે અને દૈનિક કેસ સતત નવી સપાટી વટાલી રહ્યા છે. હવે રાજ્યમાં કોરોનાએ પ્રથમવાર ૩ હજારની સપાટી વટાવી છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં રેકોર્ડ ૩,૧૬૦ કેસ નોંધાયા છે જ્યારે સુરતમાંથી ૭, અમદાવાદમાંથી ૬, ભાવનગર-વડોદરામાંથી ૧-૧ એમ ૧૫ના મૃત્યુ થયા છે. રાજ્યમાં ૯ ઓક્ટોબર એટલે કે ૧૭૮ દિવસમાં પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૧૬ હજારને પાર થયો છે. હાલમાં ૧૬,૨૫૨ એક્ટિવ કેસ છે જ્યારે ૧૬૭ દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૩,૨૧,૫૯૮ જ્યારે કુલ મરણાંક ૪,૫૮૧ છે. આ પૈકી એપ્રિલના પાંચ દિવસમાં જ ૧૩,૯૦૦ કેસ નોંધાયા છે જ્યારે ૬૬ના મૃત્યુ થયા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33