Last Updated on April 6, 2021 by
કોરોનાના વધતાં કેસને ધ્યાનમાં લેતા દિલ્હીમાં નાઇટ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. રાતે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લાગુ રહેશે. આ આદેશ તત્કાલ પ્રભાવથી લાગુ રહેશે અને 30 એપ્રિલ સુધી લાગુ રહેશે. કોરોનાના ઝડપથી વધતા કેસોને ધ્યાનમાં લેતા દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. અહીં ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે કહ્યુ હતું કે, દિલ્હી સંક્રમણની ચોથી લહેરનો સામનો કરી રહ્યુ છે. પણ લોકડાઉન લગાવવાનો હાલમાં કોઈ વિચાર નથી.
24*7 લઈ શકાશે રસી
ત્યારે હવે વૈક્સીનેશન માટે દિલ્હીમાં ઝડપથી કામ થઈ રહ્યુ છે. જેના માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ મુજબ, સરકારી રસીકરણ કેન્દ્રોમાં એક તૃતિયાંશ કેન્દ્રો પર હવે રાતના 9.00 કલાકથી સવારે 9.00 સુધી વેક્સિન લગવામાં આવશે. એટલે કે, 24 કલાક દિલ્હીમાં વેક્સીનનું કામ ચાલશે.
વય મર્યાદા હટાવાની માગ
અત્યાર સુધીમાં તમામ સરકારી કેન્દ્રો પર 12 કલાક સુધી જ રસીકરણ થતાં હતાં. પણ હવે દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક ટ્વિટ કરીને જાણકારી આપી છે. જેમાં તેમણે લખ્યુ છે કે, દિલ્હીમાં હવે આપ કોઈ પણ સમયે રસી લગાવી શકશો. સક્ષમ લોકો આગળ આવે અને વેક્સીન લગાવે. દિલ્હીમાં અમે સુવિધાની કોઈ કમી આવવા દઈશું નહીં. કોરોનાના નિયંત્રણ માટે કેજરીવાલે પીએમ મોદીને પત્ર લખીને રસીકરણમાં વય મર્યાદા હટાવાની માગ કરી છે.
કોરોનાની બીજી લહેર ખતરારૂપ, નવા કેસ લાખ નજીક, રિકવરી રેટ ઘટયો
દેશભરમાં સતત બીજા દિવસે કોરોનાના કેસો લાખ નજીક સામે આવ્યા છે. જેને પગલે સિૃથતિ વધુ કથળી રહી છે. મહારાષ્ટ્ર સહિતના જે રાજ્યોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યાંના મુખ્ય મંત્રીઓ અિધકારીઓ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે વધુ એક ઓનલાઇન બેઠક યોજવા જઇ રહ્યા છે. જેમા કોરોનાની વર્તમાન સિૃથતિ અંગે વધુ યોગ્ય પગલા લેવા પર ચર્ચા કરવામાં આવશે. બીજી તરફ કોરોનાના કેસો વધી રહ્યા છે પણ તેની સામે સાજા થનારાની સંખ્યા એટલી ઝડપથી નથી વધી રહી જે એક ચિંતાજનક બાબત માનવામાં આવી રહી છે.
દેશમાં કોરોના મહામારીની બીજી લહેર શરૂ થઇ ગઇ છે જેને પગલે જ અગાઉની જેમ લાખ જેટલા કેસો સામે આવવા લાગ્યા છે. કેટલાક મેડિકલ નિષ્ણાંતોનો દાવો છે કે હાલ કોરોના મહામારીની બીજી લહેર દેશમાં શરૂ થઇ છે તે ચિંતાજનક સાબિત થઇ શકે છે, કેમ કે નવા કેસો સામે આવી રહ્યા છે તેની સામે નવા સાજા થયેલાની સંખ્યા અગાઉની લહેરમાં જેમ વધતી હતી તેમ નથી વધી રહી. ચેન્નાઇ સિૃથત ઇન્ડિયન મેડિકલ અસોસિએશન કોલેજ ઓફ પ્રેક્ટિશનરના પ્રોફેસર કુટીકુપ્પલા સુર્યા રાવે કહ્યું હતું કે કોરોના મહામારીની બીજી લહેર ભારતમાં ખુબ જ ઝડપથી પ્રસરી રહી છે.
તેમણે સાથે એમ પણ કહ્યું કે નવા વેરિએંટ્સને કારણે લોહી પર બહુ જ ખરાબ અસર થઇ રહી છે. સાથે નિષ્ણાંતોનું કહેવું છે કે કોરોનાની બીજી લહેરમાં રિકવરી રેટ દિવસે ને દિવસે વધવાને બદલે ઘટી રહ્યો છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31