GSTV
Gujarat Government Advertisement

પોલંપોલ: રાત્રિ કર્ફ્યુ સમયે શહેરમાં આવી રહેલી આઇસર ગાડી રોકતાં નીકળ્યો વિદેશી દારૂ, વહીવટદાર દોડતા આવ્યા અને ગાડી જવા દીધી

Last Updated on April 6, 2021 by

કર્ફ્યુનો ભંગ જો કોઈ સામાન્ય માણસ કરે તો તેને દંડ ફટકારવા આવે છે. જાત ભાતના સવાલો પૂછવા આવે છે, જાણે કે ભારત પાકિસ્તાનની બોર્ડર ક્રોસ કરી નાંખતા પકડાઈ ગયો હોય. પરંતુ જો કોઈ દારૂ ભરેલી આઇસર ગાડી કર્ફ્યુ સમયે શહેરમાં પ્રવેશી જાય તો પૂર્વ વિસ્તારના એક પોલીસ સ્ટેશનના વહીવટદાર જેને બુટલેગરો પોતાનો નાથ ગણે છે, એવા જય ના પાલ દોડી આવી આખીય દારૂ ભરેલી આઇસર ગાડી રફેદફે કરાવડાવી નાંખે છે.

સરદાર નગરના નામચિન્હ બુટલેગરનો દારૂ હોવાનું ખુલ્યું

માનવામાં તો એવું પણ આવે છે કે, શહેરના સરદારનગરના નામચિન્હ બુટલેગરોનો આ દારૂનો જથ્થો હતો અને આ નામચિન્હ બુટલેગરની શાખ અને ધાક સ્થાનિક પોલીસ સ્ટેશનોમાં એટલી છે કે તેનો માલ પકડવો તો દૂરની વાત છે તેના ઉપર નજર નાખવાની હિંમત સુધ્ધાંય કોઈ પોલીસ અધિકારીની નથી થતી.

બુટલેગરના નામ પડતાં પોલીસના પગ તળેથી જમીન ખસકી ગઈ

રવિવારના દિવસે નરોડા પાટિયા પાસે કર્ફ્યુના બંદોબસ્તમાં ઉભેલી પોલીસે એક આઇસર ગાડી અને ઝાયલો એસયુવી ગાડીને નરોડા પાટિયા પાસે રોકી અને કર્ફ્યુના નિયમના ઉલ્લઘંન કેમ કરો છો તેમ પૂછ્યું અને આઇસર ગાડીનું ચેકીંગ કર્યું તો આખીય આઇસર ટ્રક ઈંગ્લીશ દારૂથી ભરેલી મળી આવી અને ડ્ર્રાઈવર અને ક્લીનરને દારૂ કોનો છો તે પૂછતાં હાજર પોલીસ કર્મીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ.

નિયમો ફક્ત સામાન્ય જનતા માટે, માથાભારે માટે બધી છૂટ

આઇસર ટ્રક અને એસયુવી ગાડીમાં ભરેલો દારૂ “સૌના ધીર એવા સુધીર અને મૂંગડા નામના નામ ચિન્હ બુટલેગરનો હોવાનું ડ્ર્રાઈવર અને ક્લીનરે જણાવ્યું ત્યારબાદ ગણતરીની મિનિટો “સૌનો ધીરને” બચાવવા માટે “જય નો પાલ” કાયમની માફક રક્ષક બનીને આવી પોહ્ચ્યો અને દારૂ ભરેલી આખીય આઇસર ગાડી સહીત એકયુવિ ગાડી આંખના પલકારામાં સગેવગે થઈ ગઈ…! કોરોનાના કપરા કાળમાં તમામ નિયમો સામાન્ય પ્રજા માટે જ હોય છે, તે વાત આપણે રાજકીય કાર્યક્રમો ઉમટી પડેલી ભીડને જોઈને અંદાજો લગાવી લીધો હતો, બુટલેગરો માટે સગવડીયો ધર્મ નિભાવી આપનારા “જય ના પાલ નાથ પોલીસ ખાતામાં છે, તે પણ આજે જોવા મળ્યું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33