Last Updated on April 6, 2021 by
અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસ બાદ શહેરમાં કોરોનાના દર્દીની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસીવીર ઈન્જેકશનની માંગમાં વધારો થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એમઓયુ કરવામાં આવેલી ખાનગી હોસ્પિટલોએ આ ઈન્જેકશન જાતે મેળવી લેવાના રહેશે એ પ્રમાણેની સુચના જારી કરી છે.
ખાનગી હોસ્પિટલોએ આ ઈન્જેકશન જાતે મેળવી લેવાના રહેશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોમવારે મોડી સાંજે રીલીઝ કરવામાં આવેલી યાદીમાં સ્વીકાર કર્યો છે કે,શહેરમાં સતત વધી રહેલા કોરોના કેસની સાથે રેમડેસીવર ઈન્જેકશનની માંગમાં પણ વધારો થવા પામ્યો છે.
અમદાવાદમાં કોરોના વિસ્ફોટના વચ્ચે હવે લોકોમાં કોરોના ટેસ્ટ માટે જાગૃતિ જોવા મળી છે..કોરોનાના ટેસ્ટ માટેના ડોમની બહાર લાંબી લાંબી કતાર જોવા મળી..વહેલી સવારથી લોકો ટેસ્ટ માટે લાઈન લગાવીને ઉભા જોવા મળ્યા.. લોકોની આ લાઈન જોઈ અમદાવાદ ની કેટલી ભયાનક સ્થિતિ છે તેની અંદાજો લગાવી શકાય તેમ છે.
ઈન્જેકશનની માંગમાં પણ વધારો થવા પામ્યો
હાલની પરિસ્થિતિ જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરની જે ખાનગી કોવીડ હોસ્પિટલો સાથે એમઓયુ કરવામાં આવ્યા છે એ હોસ્પિટલોને કોવીડ પેશન્ટની સારવાર માટે રેમડેસીવીર ઈન્જેકશનની જરૂર ઉભી થાય તો એવા સંજોગોમાં આવી હોસ્પિટલોએ સરકાર દ્વારા નકકી કરવામાં આવેલા ભાવ મુજબ,અસારવા સીવીલ હોસ્પિટલ,સોલા સિવીલ હોસ્પિટલ અથવા એસ.વી.પી.હોસ્પિટલ ખાતેથી જાતે જથ્થો મેળવી લેવાનો રહેશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31