Last Updated on April 6, 2021 by
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણને વધતાં કેસોને જોતા દિલ્હી સરકારે રાત્રિ કર્ફ્યૂ લગાવવા પર વિચાર કરી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર સોમવારે અહીં પ્રસ્તાવ પર વિચાર થયો હતો. જેના પર વિસ્તારથી વાતચીત ચાલી રહી છે. સાથે જ કર્ફ્યૂ સમય પર પણ વિચાર ચાલી રહ્યો છે. અહીં રાતના 10 વાગ્યાથી લઈને સવારના 5 વાગ્યા સુધીનો રહી શકે છે. અહીં ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે કહ્યુ હતું કે, દિલ્હી સંક્રમણની ચોથી લહેરનો સામનો કરી રહ્યુ છે. પણ લોકડાઉન લગાવવાનો હાલમાં કોઈ વિચાર નથી.
24*7 લઈ શકાશે રસી
ત્યારે હવે વૈક્સીનેશન માટે દિલ્હીમાં ઝડપથી કામ થઈ રહ્યુ છે. જેના માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ મુજબ, સરકારી રસીકરણ કેન્દ્રોમાં એક તૃતિયાંશ કેન્દ્રો પર હવે રાતના 9.00 કલાકથી સવારે 9.00 સુધી વેક્સિન લગવામાં આવશે. એટલે કે, 24 કલાક દિલ્હીમાં વેક્સીનનું કામ ચાલશે.
વય મર્યાદા હટાવાની માગ
અત્યાર સુધીમાં તમામ સરકારી કેન્દ્રો પર 12 કલાક સુધી જ રસીકરણ થતાં હતાં. પણ હવે દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક ટ્વિટ કરીને જાણકારી આપી છે. જેમાં તેમણે લખ્યુ છે કે, દિલ્હીમાં હવે આપ કોઈ પણ સમયે રસી લગાવી શકશો. સક્ષમ લોકો આગળ આવે અને વેક્સીન લગાવે. દિલ્હીમાં અમે સુવિધાની કોઈ કમી આવવા દઈશું નહીં. કોરોનાના નિયંત્રણ માટે કેજરીવાલે પીએમ મોદીને પત્ર લખીને રસીકરણમાં વય મર્યાદા હટાવાની માગ કરી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31