GSTV
Gujarat Government Advertisement

દુ:ખદ: સુરતમાં 13 વર્ષના બાળકને ભરખી ગયો કોરોના, પરિવારના માથે તૂટી પડ્યું આભ: પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક!

કોરોના

Last Updated on April 6, 2021 by

સુરતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ આ ઘાતક મહામારીએ 13 વર્ષના  બાળકનો ભોગ લીધો છે. ઘાતક કોરોનાથી મોતને ભેટલા આ  બાળકમાં કોરોનાના કોઈ લક્ષણ ન હતા. આ સિવાય 10 વર્ષનું અન્ય બાળક પર ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યુ છે.બીજી તરફ વ્હાલસોયા પુત્રને ગુમાવનાર પરિવાર પર આભ તૂટી પડ્યું છે. કોરોનાથી સૌથી નાની વયના બાળકનું મોત નિપજતા તંત્રમાં પણ મચ્યો છે હડકંપ.

  •  કોરોનાથી સૌથી નાની વયના બાળકનું મોત..
  • સુરતમાં કોરોનાએ 13 વર્ષના બાળકનો ભોગ લીધો..
  • શરીરમાં કોરોનાના કોઈ જ લક્ષણ ન હોતા..
  • 10 વર્ષનું અન્ય બાળક પણ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યું છે..
  • બાળક પ્રાઇવેટ હોસ્પિટલ માં સારવાર હેઠળ હતો…

સુરતમાં કોરોનાએ વિકરાળ સ્વરૃપ ધારણ કર્યુ છે. સોમવારે સાતના મોત સાથે સિટીમાં નવા 603 અને જીલ્લામાં 185 મળી કોરોનાનાં નવા 788 રેકોર્ડબ્રેક દર્દી નોંધાયા છે. જ્યારે શહેરમાંથી વધુ 540 અને ગ્રામ્યમાંથી 150 મળી કુલ 690 દર્દીને રજા અપાઇ હતી.

આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ ઉધનાના 26 વર્ષીય મહિલાને ગત તા.27મી એ, અડાજણની 70 વર્ષીય મહિલાને ગત તા.30મીએ, વરાછાના 75 વર્ષીય વૃદ્વને ગત તા.2જીએ, પરવત પાટીયાના 64 વર્ષીય  વૃદ્વાને ગત તા.4થીએ,નાના વરાછાના 73 વર્ષીય વૃદ્વને ગત તા.2જીએ, પીપલોદના 53 વર્ષીય પ્રોઢને ગત તા.26મીએ અને જહાંગીરાબાદના 65 વર્ષીય વૃદ્વને ગત તા.૩જીએ શહેરની વિવિધ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યા તમામનાં કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યા બાદ સારવાર દરમિયાન મોત થયા હતા.

કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યા બાદ સારવાર દરમિયાન મોત થયા

  સિટીમાં  નવા 603 કેસ પૈકી સૌથી વધુ અઠવામાં 107, રાંદેરમાં 87 અને લિંબાયતમાં  80 કેસ છે. સિટીમાં કુલ કેસ 52,878 અને  મૃત્યુઆંક 915 છે. ગ્રામ્યમાં કુલ કેસ 15,775  મૃત્યુઆંક 288  છે. સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક  68,653 અને મૃત્યુઆંક 1203 છે. સિટીમાં સાજા થનારા દર્દીઓનો આંક 49,486 અને ગ્રામ્યમાં 14,123 મળીને કુલ આંક  63,609 થયો છે. 

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33