GSTV
Gujarat Government Advertisement

મતદાન: પાંચ રાજ્યોની 475 સીટો માટે મતદાન શરૂ, રજનીકાંત સહિત કમલ હાસને દિકરીઓ સાથે કર્યું મતદાન

Last Updated on April 6, 2021 by

આજે પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડૂ અને પુડુચેરી તથા કેરલમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યુ છે. જ્યાં પશ્ચિમ બંગાળમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યુ છે. તો વળી આસામમાં અંતિક તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યુ છે. જ્યારે તમિલનાડૂ, પુડુચેરી અને કેરલમાં તમામ સીટો માટે એક જ તબક્કામાં આજે વોટિંગ થઈ રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, બંગાળમાં 31, આસામાં 40, કેરલની 140, તમિલનાડૂની 234 અને પુડુચેરીની 30 સીટો માટે આજે મતદાન થઈ રહ્યુ છે. આ ચૂંટણી માટે સુરક્ષાનો પુખ્તો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ ચૂંટણીના પરિણામ 2 મેના રોજ આવવાના છે.

પી. ચિદમ્બરમે કર્યુ મતદાન

પીએમ મોદીએ લોકોને કરી મતદાન માટે અપીલ

રજનીકાંત, કમલ હાસને કર્યુ મતદાન

બંગાળ, આસામની સાથે સાથે તમિલનાડૂ, કેરલ અને પુડુચેરીમાં પણ આજે મતદાન થઈ રહ્યુ છે. ચેન્નાઈમાં સવાર સવારમાં સુપરસ્ટાર રજનીકાંતે મતદાન કર્યુ હતું. આ ઉપરાંત સુપરસ્ટારમાંથી નેતા બનેલા કમલ હાસને પણ મતદાન કર્યુ હતું. સાથે તેમની દિકરી શ્રૃતિ અને અક્ષરા પણ વોટિંગ કરવા આવ્યા હતા. તો વળી કેરલમાં મેટ્રો મેન ઈ.શ્રીધરને પણ મતદાન કર્યુ હતું.

તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી માટે સવારે સાત વાગ્યાથી મતદા શરૂ થયુ છે.તમિલનાડુમાં કુલ 234 બેઠકો છે અને 3,998 ઉમેદવારોનું ભાવી આજે ઈવીએમમાં સીલ થઈ જશે. તમિલનાડુમાં કુલ 6 કરોડ 28 લાખ મતદારો છે. જે આગામી સરકાર રચવા માટે મતદાન કરશે. તમિલનાડુમાં એઆઈડીએમકે અને ડીએમકે વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે. તમિલનાડુમાં એઆઈએડીએમકે હેટ્રિક લગાશે કે દશકા બાદ રાજ્યમાં ડીએમકેની વાપસી થશે તે જોવા રહ્યું. એઆઈએડીએમકે એનડીએના સહયોગી તરીકે ચૂંટણી મેદાને છે. જેમાં ભાજપ,પીએમકે અને અન્ય સ્થાનિક રાજકીય પક્ષો સામેલ છે. જ્યારે ડીએમકે યુપીએનો હિસ્સો છે. જેમાં કોંગ્રેસ અને અન્ય 11 પક્ષો સાથે મળીને મેદાને છે. કમલ હસનની પાર્ટી એમએનએમ અને દિનાકરણની AMMK અન્ય સહયોગી પક્ષો સાથે મેદાને છે.

કેરલમાં આવી છે સ્થિતી

આજે દક્ષિણ ભારતના ત્રણ રાજ્યની વિધાનસભા ચૂંટણી માટે મતદાન છે. જેમાં કેરળમાં 975 ઉમેદવારો માને છે અને 2.74 કરોડ મતદારો આ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.કેકરળમાં એક જ તબક્કામાં તમામ 140 બેઠકો માટે મતદાન ચાલી રહી છે..અહીં સીબીઆઇ-એમની આગેવાનીમાં બનેલ મહાગઠબંધન લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ એટલે કે એલડીએફ અને કોંગ્રેસની આગેવાનીમાં રચાયેલા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ એટલે કે યુડીએફ વચ્ચે ખરાખરીની જંગ જોવા છે…તો ભાજપ પણ અહીં ગઠબંધન સાથે ચૂંટણી લડી રહ્યું છે. મિઝોરમના પૂર્વ રાજ્ય પાલ કુમ્માનમ રાજશેખરન, મેટ્રોમેન ઈ, શ્રીધરન સહિત ભાજપના કેટલાક નેતાઓ માટે ચૂંટણી ખૂબ જ મહત્વ પૂર્ણ છે…જેઓ થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયા છે.

બંગાળમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન

એક કેન્દ્ર શાસિત પ્રદેશ અને ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી માટે વિવિધ તબક્કામાં આજે મતદાન શરૂ તયુ છે…. આ રાજ્યોની કુલ મળીને 750 જેટલી બેઠકો પર મતદાન યોજાવાનું છે. કેરળ, તમિલનાડુ, પુડ્ડુચેરીમાં એક જ તબક્કામાં મંગળવારે મતદાન પૂર્ણ થઇ જશે. જ્યારે બંગાળમાં ત્રીજા તબક્કાનું મતદાન છે… તેવી જ રીતે આસામના અંતીમ ત્રીજા તબક્કા માટે પણ મતદાન પૂર્ણ થઇ જશે. દક્ષિણ ભારતના રાજ્ય કેરળમાં 2.74 કરોડ મતદારો 975 ઉમેદવારોનું ભાવી નક્કી કરશે. આસામમાં ત્રીજા અને અંતીમ તબક્કાની બાકીની બચેલી 40 બેઠકો માટે મતદાન છે.. બંગાળમાં આઠ તબક્કામાં મતદાન યોજાવા જઇ રહ્યું છે. જેમાં આજે ત્રીજા તબક્કામાં 205 ઉમેદવારોનું ભાવી નક્કી કરાશે.જ્યારે કેરળમાં 234 બેઠકો પર આજે 3998 ઉમેદવારોનું ભાવી નક્કી થશે. કેન્દ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં કોંગ્રેસની સરકારના ગયા બાદ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું હતું, અહીં ભાજપ ગઠબંધનની સામે કોંગ્રેસની ટક્કર જોવા મળી રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33