GSTV
Gujarat Government Advertisement

મહારાષ્ટ્રમાં નાઈટ કર્ફ્યુનો કડકાઈથી અમલ: કાબૂ બહાર ગયો કોરોના, છેલ્લા 24 કલાકમાં નવા આટલા કેસો આવતા ફફડાટ

Last Updated on April 6, 2021 by

 મહારાષ્ટ્રમાં  કોરોનાને નાથવા માટે રાજ્ય સરકારે  બહાર પાડેલી નિયમાવલીઓ  આજથી તેનો અમલ શરૂ  થયો છે.  આજ રાતના ૮ વાગ્યાથી  નાઈટ કર્ફ્યુ લાગુ થયું હતું અને આવતીકાલથી દિવસના જમાવ બંધી લાગુ થશે. જ્યારે શુક્રવાર  રાતના  ૮ વાગ્યાથી  સોમવાર સવારે ૭ વાગ્યા સુધી  સંપૂર્ણ લોકડાઉન કરાશે.  મહારાષ્ટ્રમાં  કોરોનાએ કાળો કેર  મચાવ્યો છે.  આજે કોરોનાના નવા  ૪૭૨૮૮ કેસ   નોંધાયા હતા  અને ૧૫૫ દરદીનાં મોત થયા હતા. જ્યારે ૨૬૨૫૨ દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે અને રાજ્યમાં  કોરોનાના ૪ લાખ ૫૧ હજાર ૩૭૫  એક્ટિવ કેસ નોંધાયા છે.  તેઓ  વિવિધ  હોસ્પિટલમાં  સારવાર લઈ રહ્યા છે.

આજથી નાઈટ કર્ફયુ  લાગુ પડતાં  મુંબઈ સહિત રાજ્યભરમાં  માર્ગો પર  સોંપો પડી ગયો  હતો. દુકાનો બંધ  કરાવવા પોલીસ અપીલ કરતી  હતી.   સતત પેટ્રોલિંગ  કરતી  હતી. ફેરિયાઓને પણ હટાવવામાં  આવ્યા હતા.  આમ કઠોરપણે  નાઈટ કરફયુના  અમલની શરૂઆત  કરાઈ છે.  રાજ્યમાં કોરોનાના દર્દીની  સંખ્યા  બુલેટ સ્પીડે  વધી રહી છે.  આથી મહારાષ્ટ્રમાં  કોરોનાગ્રસ્તોની  સંખ્યા વધીને  ૩૦,૫૭,૮૮૫ થઈ છે.  અને મરણાંકની  સંખ્યા ૫૬,૦૩૩ થઈ છે.  જ્યારે કોરોનાના ૨૫,૪૯,૦૭૫  દરદી કોરોનાથી મુક્ત થયા છે.   એટલે કે કોરોનાથી  રિકવરીનું પ્રમાણ  ૮૩,૩૬  ટકા થયું છે.  એમ રાજ્યના  આરોગ્ય વિભાગે જણાવ્યું  હતું.

રાજ્યમાં  અત્યારે ૨૪,૧૬,૯૮૧  હોમ ક્વોરન્ટીન  છે અને   ૨૦,૧૧૫  દરદી  સંસ્થાત્મક  ક્વોરન્ટીન  છે, એમ  રાજ્યના  આરોગ્ય વિભાગે  ઉમેર્યું હતું.

મુંબઈમાં  આજે કોરોનાના નવા  ૯૮૫૭ કેસ નોંધાયા છે.  અને ૨૧ દરદીઓ  મૃત્યુ પામ્યા છે.  આથી મુંબઈમાં કોરોનાગ્રસ્તોની સંખ્યામાં ૪૬૨૩૦૨ થઈ છે. અને મરણાંકની  સંખ્યા ૧૧૭૯૭ થઈ છે.  જ્યારે કોરોનાના ૩૩૫૭ દરદી સાજા થતાં  હોસ્પિટલથી   ડિસ્ચાર્જ  કરાયા હતા.   આથી અત્યાર સુધી  ૩૭૪૯૮૫  દરદી કોરોનાથી મુક્તિ  થયા છે.  અને મુંબઈમાં ૭૪૫૨૨ દરદી કોરોનાના એક્ટિવ કેસ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33