GSTV
Gujarat Government Advertisement

તબાહી: ઈંડોનેશિયામાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ, મૃત્યાંક વધીને 73 થયો

Last Updated on April 6, 2021 by

ભારે વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 73 થઇ ગઇ છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. બીજી તરફ પૂર્વ તિમોરમાં પણ 27 લોકોનાં મોત થયા છે. 

ચક્રવાતી તોફાનથી થઇ રહેલુ નુકસાન હજુ પણ કેટલાક દિવસો સુધી ચાલુ રહેશે તેવી શંકા વ્યક્ત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વરસાદ સતત ચાલુ રહેતા બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થઇ રહ્યો છે. 

ભારે વરસાદ અને પૂરને કારણે રસ્તા તૂટી ગયા હોવાને કારણે પણ બચાવ કામગીરીમાં વિક્ષેપ પડી રહ્યો છે. ભારે નુકસાન પહોંચાડનાર ઉષ્ણકટિબંધીય વાવાઝોડુમ સેરોજાથી દક્ષિણ પૂર્વ એશિયન દેશોમાં પણ પહોંચવાની શંકા છે. તે ઓસ્ટ્રેલિયાની તરફ દક્ષિણમાં આગળ વધી રહ્યું છે. 

નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીના જણાવ્યા અનુસાર નવેસરથી આવેલા પૂરને કારણે વધુ 33 લોકોનાં મોત થયા છે અને 70 લોકો ગુમ થયા છે. પૂરગ્રસ્ત વિસ્તારોના લોકોને સલામત સૃથળે ખસેડવામાં આવી રહ્યાં છે. 

પૂરને કારણે મોટી સંખ્યામાં મકાનોને પણ નુકસાન થયું છે. કેટલાક મકાનો તણાઇ ગયા છે તો કેટલાક મકાનોને ભારે નુકસાન થયું છે. બચાવ કામગીરીમાં વપરાતા ભારે અને આધુનિક ઉપકરણોના અભાવને કારણે પણ બચાવ કામગીરી ગતિ ધીમી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોટી સંખ્યામાં મકાનોને નુકસાન થવાને કારણે અનેક લોકો ઘરવિહોણા બની ગયા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33