GSTV
Gujarat Government Advertisement

પરિસ્થિતિ વધુ કથળી: દેશમાં વાયરસની બીજી લહેર અત્યંત ઘાતક, નવા કેસ લાખ નજીક પહોંચ્યા: રિકવરી રેટમાં સતત ઘટાડો

કોરોના

Last Updated on April 6, 2021 by

દેશભરમાં સતત બીજા દિવસે કોરોના વાયરસના કેસો લાખ નજીક સામે આવ્યા છે. જેને પગલે પરિસ્થિતિ વધુ કથળી રહી છે. મહારાષ્ટ્ર સહિતના જે રાજ્યોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યાંના મુખ્ય મંત્રીઓ અધિકારીઓ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે વધુ એક ઓનલાઇન બેઠક યોજવા જઇ રહ્યા છે. જેમા કોરોનાની વર્તમાન સ્થિતિ અંગે વધુ યોગ્ય પગલા લેવા પર ચર્ચા કરવામાં આવશે. બીજી તરફ કોરોનાના કેસો વધી રહ્યા છે પણ તેની સામે સાજા થનારાની સંખ્યા એટલી ઝડપથી નથી વધી રહી જે એક ચિંતાજનક બાબત માનવામાં આવી રહી છે. 

સાજા થનારાની સંખ્યા એટલી ઝડપથી નથી વધી રહી જે એક ચિંતાજનક બાબત માનવામાં આવી રહી

દેશમાં કોરોના મહામારીની બીજી લહેર શરૂ થઇ ગઇ છે જેને પગલે જ અગાઉની જેમ લાખ જેટલા કેસો સામે આવવા લાગ્યા છે. કેટલાક મેડિકલ નિષ્ણાંતોનો દાવો છે કે હાલ કોરોના મહામારીની બીજી લહેર દેશમાં શરૂ થઇ છે તે ચિંતાજનક સાબિત થઇ શકે છે, કેમ કે નવા કેસો સામે આવી રહ્યા છે તેની સામે નવા સાજા થયેલાની સંખ્યા અગાઉની લહેરમાં જેમ વધતી હતી તેમ નથી વધી રહી. ચેન્નાઇ સિૃથત ઇન્ડિયન મેડિકલ અસોસિએશન કોલેજ ઓફ પ્રેક્ટિશનરના પ્રોફેસર કુટીકુપ્પલા સુર્યા રાવે કહ્યું હતું કે કોરોના મહામારીની બીજી લહેર ભારતમાં ખુબ જ ઝડપથી પ્રસરી રહી છે. 

કોરોના

તેમણે સાથે એમ પણ કહ્યું કે નવા વેરિએંટ્સને કારણે લોહી પર બહુ જ ખરાબ અસર થઇ રહી છે. સાથે નિષ્ણાંતોનું કહેવું છે કે કોરોનાની બીજી લહેરમાં રિકવરી રેટ દિવસે ને દિવસે વધવાને બદલે ઘટી રહ્યો છે. હાલનો રીકવરી રેટ 92.80 ટકાએ પહોંચી ગયો છે જે અગાઉ 97 ટકાથી પણ વધુ હતો. હાલ રસીકરણ ચાલી રહ્યું છે, ઘણા વહેમ પણ રસીને લઇને ફેલાઇ રહ્યા છે. એવામાં રાજસૃથાનના સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્માએ કહ્યું છે કે રસી લીધા બાદ પણ કોરોના નહીં થાય તે એક ભ્રમ છે. એટલે કે રસી લીધા બાદ પણ કોરોના થવાની શક્યતાઓને નકારી ન શકાય.

બીજી તરફ કેન્દ્ર સરકારે દિલ્હી સરકારને એક પત્ર લખ્યો છે, જેમાં કેન્દ્રએ દિલ્હી સરકારને કહ્યું છે કે દિલ્હીમાં 45 વર્ષથી ઓછી વયનાને પણ રસી આપવામાં આવી રહી છે જ્યારે કેન્દ્ર સરકારે માત્ર 45 વર્ષ કે તેથી વધુ વયનાને જ રસી આપવાની છુટ આપી છે. ખાસ કરીને કેટલાક ખાનગી કેન્દ્રો પર 45 વર્ષથી ઓછી વયનાને રસી આપવામાં આવી રહી હોવાની જાણ કેન્દ્ર સરકારને થઇ હતી. 

દરમિયાન હિમાચલ પ્રદેશના ચંબામાં એક બોર્ડિંગ સ્કૂલમાં 29મી માર્ચના રોજ કોરોનાના કેટલાક કેસ સામે આવ્યા હતા, જે બાદ આ બોર્ડિંગ સ્કૂલમાં બધા જ વિદ્યાર્થિઓનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેનો રિપોર્ટ આવી ગયો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર આ બોર્ડિંગ સ્કૂલમાં 158 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેને પગલે પ્રશાસન દોડતુ થઇ ગયું છે. આ લોકોમાં વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો, હેલ્પર વગેરેનો પણ સમાવેશ થાય છે. હાલ બધા જ લોકોને આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે. દિલ્હીમાં ફરી કોરોનાના કેસો વધતા હવે ફરી કંટેનમેંટ ઝોનની નીતિ અપનાવવાની તૈયારી ચાલી રહી છે.

જો કોઇ વિસ્તારમાં કોરોનાના 2-3 દર્દી મળી આવશે તો તેને સીલ પણ કરી દેવામાં આવી શકે છે. સરકારે સાથે જ લોકોને પ્લાઝ્મા ડોનેટ કરવાની પણ અપીલ કરી છે. હાલ રાજ્યો દ્વારા માગણી કરાઇ રહી છે કે કોરોનાના દરેક વયના દર્દીઓને રસી આપવામાં આવે, આ માગણી અને વધી રહેલા કેસો વચ્ચે વડા પ્રધાન મોદી રાજ્યોના મુખ્ય પ્રધાનો અને અિધકારીઓની સાથે ગુરૂવારે મહત્વની બેઠક યોજવા જઇ રહ્યા છે. 

મહારાષ્ટ્રમાં કુલ 88 હજારથી વધુ બાળકો કોરોના પીડિત

મહારાષ્ટ્રમાં આવેલા કોરોનાની બીજી લહેરનો ફટકો નાના બાળકોને પડયો છે. રાજ્યમાં અત્યાર સુધી 88 હજાર 827 નાના બાળકો કોરોનાના સપાટામાં આવી ગયા છે. કોલ્હાપુર જિલ્લામાં દસ વર્ષના લગભગ 2 હજાર 9 બાળકો કોરોનામાં ઝડપાઇ ગયા છે. નાના બાળકોમાં કોરોના વધતો હોવાથી રાજ્ય સરકાર ચિતિંત છે. રાજ્યમાં પ્રથમ લહેરમાં નાના બાળકોમાં કોરોના પીડિતની સંખ્યા ઓછી હતી.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33