GSTV
Gujarat Government Advertisement

શેરબજાર કકડભૂસ: રોકાણકારોની સંપત્તિમાં રૂ.2.17 લાખ કરોડનું ધોવાણ, 870નો કડાકો નોંધાયો

શેર

Last Updated on April 6, 2021 by

દેશમાં કોરોનાના કેસોમાં તોતિંગ વધારો થતા અનેક રાજ્યોમાં લોકડાઉનનો અમલ તેમજ આગામી સમયમાં આકરા પગલા ભરાય તેવી સંભાવના તેમજ સુપ્રીમના ચુકાદા બાદ સરકારી બેંકોની એનપીએ વધવાની ભીતિ પાછળ ફેલાયેલા ગભરાટ વચ્ચે આજે ભારતીય શેરબજારોમાં ભારે અફડાતફડીના અંતે ગાબડા નોંધાયા હતા.

સેન્સેક્સ

શેરબજારોમાં ભારે અફડાતફડીના અંતે ગાબડા નોંધાયા

જેના પગલે રોકાણકારોની સંપત્તિમાંથી રૂા. 2.17 લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું હતું. દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ ઝડપી વધતા અનેક રાજ્યોમાં મિની લોકડાઉન અમલી બન્યા છે. આમ છતાં, કેસોમાં વધારો થતાં આગામી સમયમાં વધુ આકરા પગલા ભરાશે તેવી ભીતિનો બજારમાં ગભરાટ ફેલાયો હતો.

શેર

લૉકડાઉનના ભયથી શેરબજારમાં કડાકો

બીજી તરફ મોરેટોરિયમ અંગેના સુપ્રીમના ચુકાદા બાદ સરકારી બેંકોની એનપીએમાં રૂા. 2000 કરોડ જેટલો વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ રિઝર્વ બેંક દ્વારા ધિરાણ નીતિની સમીક્ષામાં આકરૂં વલણ જળવાઈ રહેવાની સંભાવના છે.

rbi

આ અહેવાલો પાછળ મુંબઈ શેરબજાર ખાતે આજે કામકાજનો પ્રારંભ નીચા મથાળે થયા બાદ ઇન્ટ્રા ડે સેન્સેક્સમાં 1149 પોઇન્ટનો કડાકો બોલ્યા બાદ નીચા મથાળે આઇ.ટી. શેરોમાં નવી લેવાલીએ બજાર બાઉન્સ થયું હતું. જો કે, આમ છતાં ય કામકાજના અંતે સેન્સેક્સ 870.51 પોઇન્ટ તૂટી 49159.32ના મથાળે નરમ રહ્યો હતો.

એનએસઇ ખાતે પણ કામકાજનો પ્રારંભ નીચા મથાળે થયા બાદ ચોમેરની વેચવાલીનું દબાણ

એનએસઇ ખાતે પણ કામકાજનો પ્રારંભ નીચા મથાળે થયા બાદ ચોમેરની વેચવાલીના દબાણે ઇન્ટ્રા ડે 408 પોઇન્ટ તૂટયા બાદ અંતિમ તબક્કામાં બાઉન્સ થઈ કામકાજના અંતે 229.55 પોઇન્ટ તૂટીને 14637.80ના મથાળે બંધ રહ્યો હતો. ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે આજે સેન્સેકસમાં ગાબડું નોંધાતા રોકાણકારોની સંપત્તિમાં (બીએસઇ માર્કેટ કેપ) રૂા. 2.17 લાખ કરોડનું ધોવાણ થતાં કામકાજના અંતે રૂા. 205.09 લાખ કરોડ રહ્યું હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33