Last Updated on April 5, 2021 by
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ નથી લઇ રહ્યું. ત્યારે ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓના કાર્યાલયમાં અત્યાર સુધીમાં 32થી વધુ કર્મચારીઓ કોરાનાથી સંક્રમિત થતાં ફફડાટ ફેલાયો છે. સ્વર્ણિમ સંકુલ 1 અને 2માં 11 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
કૃષિમંત્રી ફળદુ અને પ્રદિપસિંહ જાડેજાના કાર્યાલયમાં વધુ કર્મીઓ સંક્રમિત
કૃષિમંત્રી ફળદુના કાર્યાલયમાં 8, ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાના કાર્યાલયમાં 8, મહેસુલમંત્રી કૌશિક પટેલના કાર્યાલયમાં 4, ઇશ્વર પરમારના કાર્યાલમાં 4 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના કાર્યાલયમાં 2 કર્મચારીઓ, દિલીપ ઠાકોરના કાર્યાલયમાં 2, મહેસુલ મંત્રી કૌશિક પટેલના કાર્યાલયમાં 4 કર્મચારી તેમજ ભુપેન્દ્રસિંહ ચુડાસમાના કાર્યાલયમાં 3 કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે.
ચાર મહાનગરોમાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ
રાજ્યના તમામ જિલ્લાઓમાં કોરોનાએ પગ પેસારો કર્યો છે. ખાસકરીને ચાર મહાગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં કોરોનાના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે. છેલ્લાં 24 કલાકમાં અમદાવાદમાં 787 કેસ, 6નાં મોત થયા છે. જ્યારે સુરતમાં 788 કેસ, 7નાં મોત નોંધાયા છે. આમ અમદાવાદ અને સુરતમાં સૌથી વધારે સંક્રમણ જોવા મળી રહ્યું છે. જે બાદ રાજકોટમાં 311 અને વડોદરામાં 330 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સુરત શહેરમાં 7 દર્દીઓનાં તો અમદાવાદમાં 6 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જ્યારે વડોદરામાં પણ કોરોનાના કારણે 1 દર્દીનું મોત નિપજ્યું છે.
રાજ્ય સરકારે 8 અધિકારીઓને સોંપી મહત્વની જવાબદારી
રાજ્યની આઠ મહાનગરપાલિકામાં વકરતી કોરોનાની સ્થિતિના પગલે આઈએએસ કક્ષાના 8 અધિકારીને રાજ્ય સરકારે જવાબદારી સોંપી છે. તમામ આઈએએસ અધિકારી કોવિડની કામગિરીનું નિરીક્ષણ કરશે. આ ઉપરાંત સુપરવિઝનની વધારાની જવાબદારી સોંપાઈ છે. ડોક્ટર મનિષ બંસલને અમદાવાદ, દિનેશ રબારીને સુરત, ડોક્ટર હર્ષિત ગોસાવીને વડોદરા, સ્તુતી ચારણને રાજકોટ, આર.આર. ડામોરને ભાવનગર, આર. ધનપાલને જામનગર અને ડોક્ટર સુનિલ બેરવાલને જૂનાગઢની જવાબદારી સોંપવામાં આવી છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31