GSTV
Gujarat Government Advertisement

વાહન ચાલકો માટે રાહત / હવે ટ્રાફિકના નિયમો તોડ્યા પછી પણ લાઈસન્સ નહીં થાય જપ્ત, ટૂંક સમયમાં આવી રહ્યા છે નવા નિયમો

Last Updated on April 5, 2021 by

જો કોઈ વાહન ચાલક ટ્રાફિક નિયમનો ભંગ કરે છે. તો વાહન ચાલકનું લાઈસન્સ ત્રણ મહિના સુધી કેન્સલ કરી દેવામાં આવે છે. એનો મતલબ એ થાય છે કે ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડ લેવામાં આવે છે. સાથે સાથે ડ્રાઈવિંગ લાઈસન્સ પણ ત્રણ મહિના માટે રદ કરી દેવામાં આવે છે. પરંતુ હવે એવું નહીં થાય હવે ટ્રાફિફ નિયમ ભંગ કરવાથી લાઈસન્સ રદ નહીં થઈ શકે, માર્ગ અને પરિવાહન વિભાગ દ્વારા ટ્રાફિક નિયમોમાં મોટો બદલાવ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે વાહન ચાલકોને મોટી રાહત મળશે.

ટ્રાફિકનો નિમય શુ છે ?

મોટર વ્હીકલ એક્ટ લાગુ કરવાથી ટ્રાફિક નિયમો નો ભંગ કરનાર પાસેથી દંડની ભરપાઈ કરવામાં આવે છે. તેની સાથે સાથે ત્રણ મહિના સુધી ડ્રાઈવિંગ લાઈસન્સ પણ કેન્સલ કરી દેવામાં આવતું હતું. જો કોઈ વ્યક્તિ ટ્રાફિકના નિયમનો ભંગ કરે તો પોલીસ તેનું લાઈસન્સ જપ્ત કરી લે છે. જેના કારણે સૌથી વધારે વાહન ચાલકો પરેશાન થતા હોય છે. દા.ત કોઈ વ્યક્તિ બીજા રાજ્યમાંથી અન્ય રાજ્યમાં ફરવા ગયો હોય અને ત્યાં ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હોય તો ત્યાંની પોલીસ તેનું લાઈસન્સ જપ્ત કરી લેતી હતી. જેના કારણે એ વ્યક્તિએ ફરી ત્રણ મહિના પછી લાઈસન્સ લેવા માટે આવું પડતું હતું.

traffic-rules

નિયમ તોડશો તો ભારે પડશે

તમને જણાવી દઈએ કે વારંવાર નિયમ તોડવાથી ટ્રાફિક નિયમ તમારા માટે ભારે પડી શકે છે. પરંતુ વારંવાર ટ્રાફિક નિયમ તોડનારા માટે માર્ગ પરિવહન વિભાગે મોટો નિર્ણય કર્યો છે. આ નવા નિયમ અનુસાર જો કોઈ વ્યક્તિ નિમય તોડશે તો માર્ગ અને પરિવાહન વિભાગ તમારું નામ બદનામીના લીસ્ટમાં નાખી દેશે, જો કોઈ વ્યક્તિ દારૂનું સેવન કરી ગાડી ચલાવશે તેમજ હેલમેન્ટ વગર બાઈક હંકારશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ દરેક બાબતની માહિતી માર્ગ પરિવાહન મંત્રાલયની વેબસાઈટ પર ટૂંક સમયમાં ઓપલોડ કરવામાં આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33